ઓસ્ટ્રેલિયા સામે ડર્બન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 214 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે દક્ષિણ આફ્રિકા ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પાછળ થઈ ગયું છે. જોકે, આ પરાજય બાદ સૌથી વધુ ચર્ચા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાની થઈ રહી છે. મેચ બાદ તેમની એક તસવીર સામે આવી છે, જેમાં તેઓ ડ્રેસિંગ રૂમ પાસેના ડગઆઉટમાં એકલા બેઠેલા અને નિરાશ દેખાય છે.
બાવુમાની ટેસ્ટમાં પ્રથમ હાર
બાવુમાની કેપ્ટનશિપમાં દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમ સતત 12 મેચ સુધી અજેય રહી હતી. હવે 13મી ટેસ્ટમાં પ્રથમ હાર મળતાં તેમનો આ સિલસિલો તૂટી ગયો છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડની સોશિયલ મીડિયા સ્ટોરી પણ ચર્ચાનો વિષય બની છે.
હાર બાદ ડગઆઉટમાં એકલા બેઠેલા જોવા મળ્યા બાવુમા
ડર્બનના કિંગ્સમીડ મેદાન પર રમાયેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકી શકી નહોતી. મેચ પૂરી થયા બાદ સામે આવેલી તસવીરમાં ટેમ્બા બાવુમા એકલા બેઠેલા જોવા મળે છે. તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાય છે.આ તસવીર દક્ષિણ આફ્રિકાની હાર બાદની છે. જોકે, તસવીર કઈ ચોક્કસ ક્ષણે લેવામાં આવી હતી તેની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
13મી ટેસ્ટમાં પહેલી વાર હાર્યા ટેમ્બા બાવુમા
ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં દક્ષિણ આફ્રિકાએ અગાઉ સતત 12 ટેસ્ટમાં હારનો સામનો કર્યો નહોતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ટીમને પરાજય મળતાં તેમનો અજેય સિલસિલો અટકી ગયો હતો.કેપ્ટન તરીકે લાંબા સમય સુધી સફળતા મળ્યા બાદ આવી હાર નિરાશાજનક બની શકે છે. હવે બાવુમા સામે બીજા ટેસ્ટમાં ટીમને ફરી જીતના માર્ગે લાવવાનો પડકાર રહેશે.
https://x.com/mufaddal_vohra/status/2110008371973918833?s=20
ટ્રેવિસ હેડની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી વિવાદ વકર્યો!
એક તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ હારના આઘાતમાં હતી.ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.ટ્રેવિસ હેડે મેચ બાદ એક સ્ટોરી શેર કરી હતી જેમાં એક તરફ બાવુમાનો હસતો ચહેરો અને બીજી તરફ મેચના પરિણામ બાદની તેમની પ્રતિક્રિયા દર્શાવતી તસવીરોનો કોલાજ હતો.સોશિયલ મીડિયા પર ફેન્સ આ સ્ટોરીને લઈને એવો દાવો કરી રહ્યા છે કે હેડે આફ્રિકાના કેપ્ટનની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો છે.જો કે હેડનો ચોક્કસ હેતુ શું હતો તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.પરંતુ આ સ્ટોરીએ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના ક્રિકેટ ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મોટો જંગ છેડી દીધો છે.
આ પણ વાંચો - WI vs BAN Test Series : 23 વર્ષના ખેલાડીનું નસીબ ચમક્યું ! વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટ ટીમમાં સીધી એન્ટ્રી, જુઓ સ્ક્વોડ