ભારતીય ODI કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચમાં સદી ફટકારી હતી.જે ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ સદી સાથે ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં 11મા સ્થાને પહોંચી ગયો છે.વિરાટ કોહલી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, તેણે 250 ઇનિંગ્સમાં કુલ 12,883 રન બનાવ્યા છે. એમએસ ધોની બીજા ક્રમે છે, તેણે ભારત માટે કેપ્ટન તરીકે 330 ઇનિંગ્સમાં 11,207 રન બનાવ્યા છે. યાદીમાં ત્રીજા ક્રમે મોહમ્મદ અઝહરુદ્દીન છે, જેણે 230 ઇનિંગ્સમાં 8,095 રન બનાવ્યા છે, જ્યારે સૌરવ ગાંગુલી 217 ઇનિંગ્સમાં 7,643 રન બનાવ્યા છે.
રોહિત શર્મા યાદીમાં પાંચમા ક્રમે
રોહિત શર્મા યાદીમાં પાંચમા ક્રમે છે, તેણે કેપ્ટન તરીકે 159 ઇનિંગ્સમાં કુલ 5,665 રન બનાવ્યા છે, જ્યારે સચિન તેંડુલકર છઠ્ઠા ક્રમે છે, તેણે કેપ્ટન તરીકે 113 ઇનિંગ્સમાં 4,508 રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ 120 ઇનિંગ્સમાં 4,394 રન સાથે 7મા ક્રમે છે, જ્યારે સુનીલ ગાવસ્કર 105 ઇનિંગ્સમાં 4,151 રન સાથે 8મા ક્રમે છે. કપિલ દેવ 115 ઇનિંગ્સમાં 2,928 રન સાથે 9મા ક્રમે છે, જ્યારે નવાબ પટૌડી 73 ઇનિંગ્સમાં 2,424 રન સાથે 10મા ક્રમે છે. ગિલે અત્યાર સુધી કેપ્ટન તરીકે 28 ઇનિંગ્સમાં 1,662 રન બનાવ્યા છે અને તેમનો સિલસિલો ચાલુ છે.
ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા ટોચના 11 બેટ્સમેન
12,883રન - વિરાટ કોહલી (250 ઇનિંગ્સ,59.92 સરેરાશ)
11,207 રન - એમએસ ધોની (330 ઇનિંગ્સ, 46.89 સરેરાશ)
8,095 રન - મોહમ્મદ અઝહરુદ્દીન (230 ઇનિંગ્સ, 40.88 સરેરાશ)
7,643 રન - સૌરવ ગાંગુલી (217 ઇનિંગ્સ,38.40 સરેરાશ)
5,665 રન - રોહિત શર્મા (159ઇનિંગ્સ, 39.06 સરેરાશ)
4,508 રન - સચિન તેંડુલકર (113 ઇનિંગ્સ, 42.93 સરેરાશ)
4,394 રન - રાહુલ દ્રવિડ (120 ઇનિંગ્સ, 43.07 સરેરાશ)
4,151 રન - સુનિલ ગાવસ્કર (105 ઇનિંગ્સ, 43.69 સરેરાશ)
2,928રન - કપિલ દેવ (115 ઇનિંગ્સ, 31.14 સરેરાશ)
2424 રન - એમએકે પટૌડી (73 ઇનિંગ્સ, 34.14 સરેરાશ)
1662 રન - શુભમન ગિલ (28 ઇનિંગ્સ, 69.25 સરેરાશ)
આ પણ વાંચો - IND vs AFG 3rd ODI : અફઘાનિસ્તાને ટીમ ઈન્ડિયા સામે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય લીધો