દુબઈમાં ફરી એ સ્ટોરી રિપીટ થઈ છે.જે 350 દિવસ પહેલા જોવા મળી હતી.જેમાં મોહસિન નકવી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તફાવત માત્ર એટલો હતો કે, ભારતીય પુરુષ ટીમના સ્થાને ભારતીય મહિલા ટીમ આ વખતે હતી. પુરુષ એશિયા કપને બદલે મહિલા એશિયા કપ હતો. 13 સપ્ટેમ્બર 2026ના મોહસિન નકવીના આબરુના ધજાગરા થયા હતા. જે 28 સપ્ટેમ્બર 2026ના પણ થયા હતા.આ વખતે સ્ટેડિયમમાં ટ્રોફી ચોરના નારા પણ સાંભળવા મળ્યા હતા.
ભારતીય મહિલા ટીમે મોહસિન નકવીની મજાક ઉડાવી
ભારતની મહિલા ક્રિકેટ ટીમે 13 સપ્ટેમબર 2026ના રોજ મહિલા એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવ્યું હતુ. આ મોટી જીત બાદ ધમાલ મચી હતી. જ્યારે ભારતીય મહિલા ટીમે પણ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી હતી. પીસીબી ચેરમેન હોવાની સાથે એસીસી ચીફ હોવાની સાથે મોહસિન નકવી પહેલા તો ટ્રોફી આપવા માટે સ્ટેજ પર ભારતીય ટીમની રાહ જોતો હતો. 15-20 મિનિટ પછી ભારતીય મહિલા ટીમે નક્કી કર્યું કે, તે નકવીના હાથે ટ્રોફી લેશે નહી.
