ભારતીય ક્રિકેટના ઉભરતા યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશી બાદ હવે તેના પરિવારે ક્રિકેટ જગતને વધુ એક પ્રતિભાશાળી ખેલાડીની ભેટ આપી છે. વૈભવના ભાઈ આર્શીવાદ સૂર્યવંશીએ સ્થાનિક પ્રેક્ટિસ મુકાબલામાં વિસ્ફોટક સદી ફટકારીને પોતાની ટીમને 2 વિકેટે રોમાંચક વિજય અપાવ્યો છે. તેની આ તોફાની બેટિંગનો વીડિયો અને સ્કોરકાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

87 બોલમાં 107 રન: ચોગ્ગા-છગ્ગાની રમઝટ

25 ઓક્ટોબરે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં આર્શીવાદે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે માત્ર 87 બોલનો સામનો કરીને 14 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 107 રન બનાવ્યા હતા.આ મેચનું સ્કોરકાર્ડ આર્શીવાદના પિતા સંજીવ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું, જ્યારે તેના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ ઇન્સ્ટાગ્રામ પર મેચની રોમાંચક ક્ષણોનો વીડિયો પોસ્ટ કરતાં જ ક્રિકેટ ચાહકોમાં આ યુવા બેટરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.


પોતાને ઓલરાઉન્ડર માને છે આર્શીવાદ

આર્શીવાદ પોતાને ઓલરાઉન્ડર ખેલાડી તરીકે જુએ છે. તેની બેટિંગ અને બોલિંગ બંને ક્ષમતા તેને ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવવાની તક આપે છે. તાજેતરની સદીથી તેણે પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો છે.જોકે, ક્રિકેટમાં આગળ વધવા માટે સતત પ્રદર્શન, નિયમિત તાલીમ અને સ્પર્ધાત્મક મેચોનો અનુભવ મહત્ત્વપૂર્ણ રહેશે. હવે જોવાનું એ રહેશે કે આર્શીવાદ પોતાની આ લયને આગળ પણ જાળવી રાખે છે કે નહીં.

બંને ભાઈઓ ક્રિકેટના મેદાન પર સક્રિય

એક તરફ આર્શીવાદ સ્થાનિક સ્તરે રનનો ઢગલો કરી રહ્યો છે, તો બીજી તરફ વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક મળી હતી, જ્યાં તે 4 રન બનાવી શક્યો હતો. હવે ક્રિકેટ વર્તુળોમાં આ બંને ભાઈઓની આગળની સફર પર નજર રહેશે.

આ પણ વાંચો - Devdutt Padikkal સાથે શું થયું? 199 રને અમ્પાયરે OUT આપતાં બેટર પણ હેરાન!