દૂલીપ ટ્રોફી 2026ની ફાઇનલમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા છે.ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સાઉથ ઝોન સામે બીજી ઇનિંગમાં માત્ર 8 રન બનાવ્યા બાદ પોતાનો વિકેટ ગુમાવ્યો હતો.વૈભવ પાસે બીજી ઇનિંગમાં લાંબી બેટિંગ કરવાની સારી તક હતી. ઈસ્ટ ઝોનને પહેલી ઇનિંગમાં મોટી લીડ મળી હતી અને મેચમાં કોઈ તાત્કાલિક દબાણ પણ નહોતું.તેમ છતાં વૈભવે આક્રમક શોટ રમવાના પ્રયાસમાં પોતાનો વિકેટ ગુમાવ્યો.
પહેલી ઇનિંગમાં બનાવ્યા હતા 44 રન
ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાઈ રહેલી દલીપ ટ્રોફીની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ પહેલી ઇનિંગમાં 37 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી.તેમની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.તેઓ સારી શરૂઆત બાદ પણ મોટી ઇનિંગમાં ફેરવી શક્યા નહોતા. બીજી તરફ ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને ધીરજપૂર્વક બેટિંગ કરીને 270 રનની મોટી ઇનિંગ રમી હતી. તેમના શાનદાર પ્રદર્શનના કારણે ઈસ્ટ ઝોને પહેલી ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.તેના જવાબમાં સાઉથ ઝોનની ટીમ પહેલી ઇનિંગમાં 336 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈસ્ટ ઝોનને પહેલી ઇનિંગના આધારે મોટી લીડ મળી હતી.
વૈભવને વધુ એક તક ગુમાવી
ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન પાસે સાઉથ ઝોનને ફોલોઓન આપવાનો વિકલ્પ હતો,પરંતુ ટીમે બીજી ઇનિંગમાં ફરી બેટિંગ કરવાનો નિર્ણય લીધો.તેના કારણે વૈભવ સૂર્યવંશીને ફરી એકવાર પોતાની બેટિંગ ક્ષમતા બતાવવાનો મોકો મળ્યો.વૈભવે બીજી ઇનિંગમાં શરૂઆત કરી,પરંતુ લાંબો સમય ક્રીઝ પર ટકી શક્યા નહીં.તેમણે 15 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 8 રન બનાવ્યા હતા.ત્યારબાદ 16મા બોલ પર વૈભવે વિજયના બોલ પર આગળ વધીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો.જોકે,તે બોલને યોગ્ય રીતે રમી શક્યા નહીં.વિકેટકીપર જગદીશને ઝડપથી સ્ટમ્પિંગ કરીને વૈભવની ઇનિંગનો અંત લાવ્યો.
https://x.com/BCCIdomestic/status/2097592937412780459?s=20
દૂલીપ ટ્રોફીમાં 3 મેચમાં માત્ર એક અડધી સદી
વૈભવ સૂર્યવંશીને આ વર્ષની દલીપ ટ્રોફીમાં અત્યાર સુધી 3 મેચમાં 5 ઇનિંગ રમવાની તક મળી છે. આ દરમિયાન તેઓ માત્ર એક જ વખત 50 રનનો આંકડો પાર કરી શક્યા છે.તેમણે સેન્ટ્રલ ઝોન સામે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, બાકીની ઇનિંગમાં તેઓ સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યા નથી.ઈસ્ટ ઝોનના ઉપકપ્તાન તરીકે રમતા વૈભવ પાસેથી ટીમને વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હતી. હવે લાંબા ફોર્મેટમાં સફળતા મેળવવા માટે તેમણે વધુ ધીરજપૂર્વક બેટિંગ કરવાની જરૂર રહેશે.
મોટી ઇનિંગ રમવાનો પડકાર
વૈભવ સૂર્યવંશી પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સફળતા માટે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરવી મહત્વપૂર્ણ છે.દલીપ ટ્રોફીની ફાઇનલમાં પહેલી ઇનિંગમાં 44 અને બીજી ઇનિંગમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયા બાદ હવે તેમના પ્રદર્શન પર ચર્ચા શરૂ થઈ છે.યુવા બેટર પાસે પ્રતિભાની કોઈ કમી નથી,પરંતુ લાંબા ફોર્મેટમાં મોટી ઇનિંગ રમવા માટે ધીરજ અને યોગ્ય શોટ પસંદગી પર વધુ ધ્યાન આપવું પડશે.
આ પણ વાંચો - ‘નીતિશ રેડ્ડી આઉટ, કોની થશે એન્ટ્રી? અફઘાનિસ્તાન T20 સીરીઝ માટે આ 3 ખેડાલીઓ રેસમાં આગળ!