ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 મેચની ટી20 સીરિઝનો પ્રથમ મુકાબલો 6 ઓક્ટોબરે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાનો છે. વનડે સીરિઝ 2-1થી જીત્યા બાદ હવે ભારતીય ટીમ ટી20 શ્રેણીમાં પણ શાનદાર શરૂઆત કરવા માગશે.પરંતુ પ્રથમ ટી20 પહેલાં ભારતીય ટીમ મેનેજમેન્ટ સામે પ્લેઇંગ ઈલેવનને લઈને એક મોટો સવાલ છે. વૈભવ સૂર્યવંશી અને સંજુ સેમસનમાંથી કોને તક મળશે અને કોને બહાર બેસવું પડશે? મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યરે આ નિર્ણય લેવો પડશે.

બંનેને એકસાથે રમાડવા કેમ મુશ્કેલ?

એશિયન ગેમ્સ દરમિયાન ભારતીય ટીમ એક વધારાના બેટ્સમેન સાથે અને ઓછા મુખ્ય બોલર સાથે મેદાનમાં ઉતરી હતી.અર્શદીપ સિંહ જેવા અનુભવી ઝડપી બોલરને પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બહાર રાખવામાં આવ્યો હતો.તે સમયે જસપ્રીત બુમરાહ ટીમના મુખ્ય ઝડપી બોલર હતા.અન્ય બોલિંગ વિકલ્પોમાં અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ સામેલ હતા.પાંચમા બોલરની ભૂમિકા શિવમ દુબે અને અભિષેક શર્મા મળીને નિભાવતા હતા.પરંતુ ભારતની પોતાની ધરતી પર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં ભારતીય ટીમ વધુ સંતુલિત બોલિંગ આક્રમણ સાથે મેદાનમાં ઉતરવા માગી શકે છે.આવી સ્થિતિમાં અર્શદીપ સિંહની વાપસી થઈ શકે છે.જો અર્શદીપ ટીમમાં આવે છે,તો પ્લેઇંગ ઈલેવનમાં એક ખેલાડી માટે જગ્યા ઓછી થઈ જશે.પરિણામે વૈભવ સૂર્યવંશી અથવા સંજુ સેમસનમાંથી કોઈ એકને બહાર બેસવું પડી શકે છે.

સંજુ કે વૈભવ કોનું કપાઈ શકે છે પત્તું?

એશિયન ગેમ્સ 2026માં બંને ખેલાડીઓના પ્રદર્શન પર નજર કરીએ તો સંજુ સેમસન માટે ચિંતા વધારે જોવા મળે છે.સંજુએ એશિયન ગેમ્સમાં 2 મેચ રમી હતી,જેમાં તે માત્ર 9 રન બનાવી શક્યો હતો.શ્રીલંકા સામે તેણે 9 બોલમાં 7 રન બનાવ્યા હતા,જ્યારે પાકિસ્તાન સામે ગોલ્ડ મેડલ મેચમાં 4 બોલમાં માત્ર 2 રન કર્યા હતા.બીજી તરફ વૈભવ સૂર્યવંશીએ 2 મેચમાં કુલ 53 રન બનાવ્યા હતા.શ્રીલંકા સામેની સેમિફાઇનલમાં વૈભવે મુશ્કેલ પિચ પર માત્ર 21 બોલમાં 38 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.તેની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.વૈભવે પાકિસ્તાન સામેની ગોલ્ડ મેડલ મેચમાં પણ આક્રમક શરૂઆત કરી હતી.તેણે માત્ર 9 બોલમાં 2 છગ્ગા સાથે 15 રન બનાવ્યા હતા.આ પ્રદર્શનને જોતા પ્રથમ ટી20માં સંજુ સેમસન કરતાં વૈભવ સૂર્યવંશીને તક મળવાની શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે. જોકે, અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ જ લેશે.

અર્શદીપની થઈ શકે છે વાપસી

જો અર્શદીપ સિંહ પ્લેઇંગ ઈલેવનમાં પરત ફરે છે,તો ભારતીય ટીમનું બોલિંગ આક્રમણ વધુ મજબૂત બની શકે છે.જસપ્રીત બુમરાહ સાથે અર્શદીપ ઝડપી બોલિંગની જવાબદારી સંભાળી શકે છે.આ ઉપરાંત અક્ષર પટેલ,વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ સ્પિન વિભાગ સંભાળી શકે છે. શિવમ દુબે અને અભિષેક શર્મા પણ જરૂર પડ્યે બોલિંગ કરી શકે છે.

આ પણ વાંચો - Sunil Gavaskarની આ ઈચ્છા પૂરી કરશે રોહિત શર્મા? નિવૃત્તિ પહેલાં બનાવશે ખાસ રેકોર્ડ