બિહારના 15 વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે દુનિયાભરમાં ઓળખ મેળવી છે. IPL 2026માં તેની વિસ્ફોટક બેટિંગે ટીમ ઈન્ડિયામાં પણ તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 


આ સાથે તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને આયર્લેન્ડ પ્રવાસ પર ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બનશે. તેને પહેલેથી જ એક મહત્વપૂર્ણ ઈતિહાસ રચી દીધો છે. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ અન્ય કોઈ ક્રિકેટરે મેળવી નથી.

વૈભવને વિઝડનના કવર પેજ પર સ્થાન મળ્યું

વૈભવ સૂર્યવંશી વિઝડનના કવર પર સ્થાન મેળવનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેને માત્ર 15 વર્ષની ઉંમરે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે તેના શાનદાર પ્રદર્શન બાદ તેમને આ સન્માન મળ્યું હતું. 


સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ હાંસલ કરી છે આ સિદ્ધિ

તેના પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ વિઝડનના કવર પર ચમકી ચૂક્યા છે. સચિન તેંડુલકરને 2014 માં અનેવિરાટ કોહલીને 2017 માં આ સન્માન મળ્યું હતું.

વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શનથી દુનિયાભરમાં છાપ છોડી

15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી એક અનોખી ઓળખ ઉભી કરી છે. તે IPL 2026 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, અને ઈન્ડિયા A તરફથી રમતી વખતે તેને ટ્રાય સિરીઝની અંતિમ મેચમાં 29 બોલમાં શાનદાર 94 રન ફટકાર્યા હતા, જેનાથી ઈન્ડિયા A ટીમ ખિતાબ જીતવામાં મદદ મળી હતી. 

ફેન્સ તેને આયર્લેન્ડ સામેની સિરીઝમાં ઘણા રન બનાવતો જોવા માટે ઉત્સુક છે. વૈભવને આ પ્રવાસ માટે 03 નંબરની જર્સી આપવામાં આવી છે, અને તે મેદાન પર તેને પહેરશે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા 

  • Follow us on: