શ્રીલંકાના દામ્બુલા ખાતે ભારત A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી ત્રિકોણીય ODI શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ શાનદાર ફોર્મમાં ચાલી રહેલો યુવા વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ મેચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને સસ્તામાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
India A vs Sri Lanka Tri Series 2026 Update
01:40AM- IND A: 225/5 - 45 ઓવર
વૈભવ સૂર્યવંશીની આક્રમ શરૂઆત છતાં નિષ્ફળ
ભારત A ની ઇનિંગ દરમિયાન ઓપનિંગ કરવા ઉતરેલા વૈભવ સૂર્યવંશીએ શરૂઆતમાં કેટલાક શાનદાર અને આકર્ષક શોટ્સ રમ્યા હતા. તેણે ૧૨ બોલનો સામનો કરીને ૩ ચોગ્ગાની મદદથી ૧૪ રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની આ સારી શરૂઆતને મોટી ઇનિંગમાં રૂપાંતરિત કરી શક્યો ન હતો. વૈભવ સૂર્યવંશીને શ્રીલંકા Aના ફાસ્ટ બોલર મોહમ્મદ શિરાઝે પોતાનો શિકાર બનાવ્યો હતો. ઇનિંગની ચોથી ઓવરના ચોથા બોલ પર શિરાઝે એક સરસ ફૂલ-લેન્થ બોલ ફેંક્યો હતો. વૈભવે ક્રીઝ પર રહીને જ સીધો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં સીધો મિડ-ઓફ ફિલ્ડરના હાથમાં કેચ તરીકે ચાલ્યો ગયો.
સસ્તામાં આઉટ થતા વૈભવ હતાશ, ચાહકો નિરાશ
વૈભવની મહત્વની વિકેટ મળતા જ શ્રીલંકન ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને મોહમ્મદ શિરાઝે જોરદાર ઉજવણી કરી હતી. વિકેટ ગુમાવ્યા બાદ વૈભવ સૂર્યવંશી પોતે પણ ઘણો નિરાશ દેખાયો હતો અને તે મેદાન છોડવા માટે અનિચ્છા ધરાવતો હોય તેમ થોડીવાર ઉભો રહી ગયો હતો. દામ્બુલાના સ્ટેડિયમમાં હાજર ભારતીય ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વૈભવના આઉટ થયા બાદ ભારત A નો સ્કોર ૧ વિકેટે ૧૬ રન થઈ ગયો હતો અને ટીમ શરૂઆતમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
ચાહકોની સેલ્ફીની માગથી વૈભવ થયો નારાજ
ત્રિકોણીય શ્રેણી માટે 5 જૂનનો રોજ ભારત A ટીમ શ્રીલંકા પહોંચી ગઈ હતી. ત્યારે ત્યાં પણ વૈભવ સૂર્યવંશીનો ક્રેઝ જોવા મળ્યો. જયારે ભારતની ટીમ શ્રીલંકાના એરપોર્ટ પર પહોંચી હતી ત્યારે બહાર નીકળતાની સાથે જ ચાહકો વૈભવને ઘેરી વળ્યા અને સેલ્ફી લેવા લાગ્યા હતા. વારંવાર ચાહકો દ્વારા સેલ્ફીની માંગથી વૈભવ નારાજ થયો અને તેમને હાથ જોડી કહ્યું મને એકલો છોડી દો. સોશિયલ મીડિયામાં વૈભવ સૂર્યવંશીનો હાથ જોડતો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
IPL 2026 સ્ટાર વૈભવ સૂર્યવંશી દુનિયાભરમાં લોકપ્રિય
નોંધનીય છે કે વૈભવ સૂર્યવંશી વિશ્વભરમાં ચર્ચાસ્પદ ક્રિકેટર બની ગયો છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈન પણ વૈભવ સૂર્યવંશીના ફેન થયા. તેમણે બીસીસીઆઈને વિનંતી કરી છે કે વૈભવને શક્ય તેટલી વહેલી તકે ભારતની સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવે. નાસીર હુસૈને કહ્યું કે મેં વૈભવ સૂર્યવંશીની ક્લિપ્સ જોઈ છે અને હું જોઈ શકું છું કે તે કેટલો જબરદસ્ત પ્રતિભાશાળી છે.













