IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન અને જાણીતા મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદરના લગ્ન બાદ હવે તેમના વેડિંગ રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 21 નવેમ્બરના રોજ ચેન્નાઈની ITC ગ્રાન્ડ ચોલા હોટેલમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ક્રિકેટ, ફિલ્મ અને રાજકીય જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમાર પણ નવદંપતીને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

કાવ્યા મારનના રિસેપ્શનમાં ભુવનેશ્વર કુમાર સહિત ક્રિકેટર્સની હાજરી

ચેન્નાઈમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ખાસ અંદાજમાં જોવા મળ્યો હતો. બ્લેક સૂટમાં તેનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.ભુવનેશ્વર લાંબા સમય સુધી IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. તેથી કાવ્યા મારનના ખાસ પ્રસંગે તેની હાજરી ખાસ ધ્યાન ખેંચી રહી છે.તેની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ અને ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ડેનિયલ વિટોરી તથા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન પણ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. બંનેએ નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.

રજનીકાંત અને કમલ હાસન સહિત ફિલ્મી સ્ટાર્સ પહોંચ્યા

કાવ્યા મારન અને અનિરુદ્ધના રિસેપ્શનમાં ક્રિકેટ જગત ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારો પણ હાજર રહ્યા હતા.આ સમારોહમાં સુપરસ્ટાર રજનીકાંત, કમલ હાસન, મહેશ બાબુ, સિદ્ધાર્થ, અદિતિ રાવ હૈદરી અને જાણીતા ફિલ્મ નિર્દેશક એટલી તેમની પત્ની પ્રિયા સાથે જોવા મળ્યા હતા.આ તમામ જાણીતા ચહેરાઓની હાજરીને કારણે રિસેપ્શન વધુ ચર્ચામાં આવ્યું હતું. સમારોહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

https://x.com/mufaddal_vohra/status/2124152457014235355?a=LVw6480l4UzWAMcxZUw&s=20


રાજકીય જગતની હસ્તીઓએ પણ આપી શુભેચ્છા

આ ભવ્ય સમારોહમાં રાજકીય જગતના જાણીતા ચહેરાઓ પણ હાજર રહ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.ક્રિકેટ, સિનેમા અને રાજકારણના જાણીતા ચહેરાઓ એક જ સ્થળે જોવા મળતાં આ રિસેપ્શન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

11 નવેમ્બરે ગ્રીસમાં થયા હતા લગ્ન

કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્ન 11 નવેમ્બરે ગ્રીસમાં ખાનગી સમારોહમાં થયા હતા. કાવ્યા મારન અબજોપતિ ઉદ્યોગપતિ અને સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે. જ્યારે અનિરુદ્ધ રવિચંદર દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા સંગીતકાર છે.લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.આ સમારોહમાં ફિલ્મ,રાજકારણ અને બિઝનેસ જગતની કેટલીક જાણીતી હસ્તીઓ પણ સામેલ થઈ હતી.લગ્ન બાદ હવે ચેન્નાઈમાં યોજાયેલા ભવ્ય રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ખાસ કરીને ભુવનેશ્વર કુમાર, કેન વિલિયમસન અને રજનીકાંત સહિતની હસ્તીઓની હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો- IND vs PAK વચ્ચે આજે ટક્કર, અભિષેક-વૈભવ પર રહેશે નજર