ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટર વિરાટ કોહલી માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ નિરાશાજનક રહ્યો છે. 5 મેચની વનડે સીરિઝની છેલ્લી મેચમાં પણ વિરાટનું બેટ શાંત રહ્યું હતું. તેઓ માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. સીરિઝની શરૂઆતમાં શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ વિરાટ પોતાની લય ગુમાવી બેઠા હતા. પરિણામે 4 ઇનિંગમાં તેમના બેટમાંથી માત્ર 86 રન જ આવ્યા હતા.વિરાટ કોહલી જેવા અનુભવી બેટર માટે આ આંકડા ચોક્કસ આશ્ચર્યજનક છે. ખાસ વાત એ છે કે તેમની સાથે 13 વર્ષ બાદ ફરી એકવાર એવી ઘટના બની છે, જ્યારે તેઓ એક દ્વિપક્ષીય વનડે સીરિઝમાં 3 વખત 10થી ઓછા રન બનાવીને આઉટ થયા છે

74 રનથી કરી શરૂઆત, પછી 7, 0 અને 5 રન પર આઉટ

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં વિરાટ કોહલીએ શરૂઆત ધમાકેદાર કરી હતી. પ્રથમ મેચમાં તેમણે 74 રનની મેચવિનિંગ ઇનિંગ રમીને ભારતને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

  • પ્રથમ વનડે: 74 રન
  • બીજી વનડે: 7 રન
  • ચોથી વનડે: 0 રન
  • પાંચમી વનડે: 5 રન

13 વર્ષ જૂની યાદ તાજી થઈ

વિરાટ કોહલીની વનડે કારકિર્દીમાં આ પહેલીવાર નથી બન્યું. વર્ષ 2012-13માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. તે સમયે વિરાટ કોહલી 3 ઇનિંગમાં અનુક્રમે 0, 6 અને 7 રન બનાવીને આઉટ થયા હતા.હવે 2026માં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં પણ તેઓ ફરી એકવાર 3 વખત 10થી ઓછા રનના સ્કોર પર આઉટ થયા છે. એટલે કે લગભગ 13 વર્ષ બાદ વિરાટ સાથે આવી ઘટના બની છે.

ન્યૂઝીલેન્ડમાં વિરાટની બેટિંગ સરેરાશમાં મોટો ઘટાડો

આ સીરિઝની અસર વિરાટ કોહલીના ન્યૂઝીલેન્ડમાં વનડે રેકોર્ડ પર પણ પડી છે. સીરિઝની પ્રથમ મેચ બાદ ન્યૂઝીલેન્ડમાં તેમનો વનડે બેટિંગ સરેરાશ 51.53 હતો. પરંતુ ત્યારબાદ સતત નિષ્ફળતાને કારણે આ સરેરાશ ઘટીને 42.62 પર આવી ગયો છે.આ આંકડો વિરાટનો કોઈપણ દેશમાં સૌથી ઓછો વનડે બેટિંગ સરેરાશ હોવાનું જણાવવામાં આવ્યું છે. આથી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ તેમના માટે ખાસ યાદગાર તો રહેશે, પરંતુ બેટિંગના દૃષ્ટિકોણથી આ પ્રવાસ નિરાશાજનક સાબિત થયો છે.

વનડે સીરિઝ અને ટૂર્નામેન્ટમાં વિરાટના સૌથી વધુ સિંગલ ડિજિટ સ્કોર

વિરાટ કોહલીની કારકિર્દીમાં કેટલીક વનડે સીરિઝ અને ટૂર્નામેન્ટ એવી રહી છે, જેમાં તેઓ વારંવાર 10થી ઓછા રન બનાવીને આઉટ થયા છે.

વિરાટ કોહલીનો અનોખો રેકોર્ડ


આમ, વિરાટ કોહલી માટે ન્યૂઝીલેન્ડ સામેની આ સીરિઝ યાદગાર કરતાં વધુ નિરાશાજનક રહી છે. હવે ભારતીય ક્રિકેટ ચાહકોને આશા રહેશે કે વિરાટ આગામી મેચોમાં ફરી પોતાની જૂની લય મેળવીને જોરદાર વાપસી કરશે.

આ પણ વાંચો - Rohit Sharma ફરી ફ્લોપ! વનડે કરિયરનો સૌથી ખરાબ રેકોર્ડ