ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલી આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના બેટ વડે અનેક ઐતિહાસિક રેકોર્ડ નોંધાવનાર કોહલી માત્ર એક શ્રેષ્ઠ ક્રિકેટર જ નહીં, પરંતુ એક ગ્લોબલ બ્રાન્ડ બની ચૂક્યો છે. ચાહકો તેની સદીઓ અને મેચ-વિનિંગ ઇનિંગ્સ માટે તેને 'કિંગ કોહલી' તરીકે ઓળખે છે. રમતની સાથે સાથે તેણે કમાણી અને રોકાણના ક્ષેત્રમાં પણ મોટી સફળતા મેળવી છે. મીડિયા અહેવાલો મુજબ, કોહલીની કુલ સંપત્તિ (Net Worth) આશરે ₹1050કરોડ હોવાનો અંદાજ છે.
પોતાનો બિઝનેસ, લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ અને ફિટનેસ સજાગતા
ક્રિકેટ ઉપરાંત વિરાટ કોહલીએ બિઝનેસ ઉદ્યોગમાં મજબૂત પકડ બનાવી છે. યુવાનોમાં ભારે ક્રેઝ ધરાવતી ફેશન બ્રાન્ડ 'Wrogn' અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ 'One8' તેની સફળ સફર દર્શાવે છે. વન8 કોમ્યુન દ્વારા તેણે આતિથ્ય ક્ષેત્રે (Hospitality sector) પણ કદમ મૂક્યા છે. ફિટનેસ પ્રત્યે ભારે શિસ્ત ધરાવતા કોહલીએ ચિઝલ ફિટનેસ, પ્લાન્ટ-બેઝ્ડ ફૂડ કંપની બ્લુ ટ્રાઇબ, રેજ કોફી, ડિજિટ ઇન્શ્યોરન્સ અને રમતગમત બ્રાન્ડ Agilitas માં મોટા પાયે રોકાણ કર્યું છે. આ ઉપરાંત તે ફૂટબોલ ક્લબ FC ગોવા સાથે પણ જોડાયેલો છે.
સોશિયલ મીડિયાથી કમાણી અને મોટી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ
વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા એથ્લેટ્સમાંથી એક છે. અહેવાલો અનુસાર, તે ઇન્સ્ટાગ્રામ પર એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે ₹૧૨ કરોડ સુધીની ફી વસૂલે છે. જાહેરાતની દુનિયામાં માન્યવર, ઓડી અને પુમા જેવી લગભગ ૩૦ જેટલી મોટી નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ સાથે જોડાણ ધરાવતા કોહલીની જાહેરાતોમાંથી વાર્ષિક આવક આશરે ₹૨૦૦ કરોડ જેટલી છે.
ક્રિકેટ કમાણી અને વૈભવી જીવનશૈલી (લક્ઝરી લાઇફ)
વ્યાપાર અને જાહેરાતો છતાં, ક્રિકેટ તેની કમાણીનો મુખ્ય આધાર છે. તે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને મેચ ફીમાંથી મોટી રકમ મેળવે છે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે તે શરૂઆતથી જ જોડાયેલો છે, જ્યાં IPL 2026ની સીઝન માટે તેને ₹૨૧ કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. તેની લક્ઝરી લાઈફસ્ટાઈલની વાત કરીએ તો, મુંબઈમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટ, ગુરુગ્રામમાં બંગલો, અલીબાગમાં ફાર્મહાઉસ અને લંડનમાં વૈભવી આવાસ ધરાવે છે. આ ઉપરાંત, બેન્ટલી કોન્ટિનેન્ટલ GT, બેન્ટલી ફ્લાઇંગ સ્પુર, રેન્જ રોવર અને ઓડી R8 જેવી મોંઘી કારો તેના કાર કલેક્શનની શાન વધારે છે.
આ પણ વાંચો : Virat Kohli, Rohit Sharma, Shubman Gillને મળ્યું ખાસ સરપ્રાઇઝ! ન્યૂઝીલેન્ડના રગ્બી લિજેન્ડે ભેટમાં આપી 'ઓલ બ્લેક્સ' જર્સી