ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.મંગળવારે સવારે બંનેને લંડનમાં સાથે જોવા મળ્યા હતા. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ઝડપથી વાયરલ થઈ રહી છે.વાયરલ તસવીરોમાં વિરાટ કોહલી કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. તેમણે ગ્રીન સ્વેટશર્ટ સાથે જીન્સ પહેર્યું છે.બીજી તરફ અનુષ્કા શર્મા લેગિંગ્સ, ટી-શર્ટ, જેકેટ અને કેપમાં જોવા મળી રહી છે.

વિરાટના હાથમાં શું જોવા મળ્યું?

લંડનમાં સામે આવેલી તસવીરોમાં વિરાટ કોહલી એક મહિલા સાથે વાત કરતા જોવા મળે છે. આ દરમિયાન તેમના હાથમાં બેબી સ્ટ્રોલર અથવા પ્રૈમ પણ જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રૈમ તેમના પુત્ર અકાયનો છે. જોકે વાયરલ થયેલી તસવીરોમાં અકાય જોવા મળતો નથી. તેથી સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકતી નથી.

અકાયની ડે નર્સરી બહાર જોવા મળ્યા હોવાનો દાવો

કેટલાક ફેન હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ અને અનુષ્કા તેમના પુત્ર અકાયની ડે નર્સરીની બહાર જોવા મળ્યા હતા.તસવીરોમાં બંને ફૂટપાથ પર ઉભા જોવા મળે છે.આ દરમિયાન કોઈએ તેમની તસવીરો કેમેરામાં કેદ કરી હતી.અનુષ્કા શર્મા કેમેરાની હાજરીથી થોડી અસહજ દેખાતી હોવાનું પણ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે. એક તસવીરમાં તેમનો ચહેરો અચાનક ફોટોગ્રાફીથી ખુશ ન હોવાનો અણસાર આપે છે,જ્યારે વિરાટ કોહલી પ્રમાણમાં શાંત જોવા મળે છે.

https://x.com/Cricket_live247/status/2097393581204135969?s=20

બાળકોની પ્રાઇવસી અંગે હંમેશા સાવચેત રહે છે કપલ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શરૂઆતથી જ પોતાના બાળકોને લાઇમલાઇટથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે.બંને પોતાના બાળકોની તસવીરો જાહેરમાં શેર કરવાથી પણ મોટાભાગે દૂર રહે છે.કપલે અગાઉ પણ બાળકોની પ્રાઇવસીનું સન્માન કરવાની અપીલ કરી છે. તેમની કોશિશ રહી છે કે વામિકા અને અકાયને સતત કેમેરા અને જાહેર ધ્યાનથી દૂર સામાન્ય વાતાવરણ મળે.

લંડનમાં રહેવાને લઈને પણ ચર્ચા

વિરાટ અને અનુષ્કાના લંડનમાં રહેવા અંગે પણ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને પોતાના બાળકોને વધુ ખાનગી અને સામાન્ય વાતાવરણ આપવા માટે લંડનને પસંદ કરી રહ્યા છે.હાલમાં લંડનમાં બંનેની સાથેની તસવીરો સામે આવ્યા બાદ ફરી એકવાર વિરાટ-અનુષ્કાની ચર્ચા શરૂ થઈ છે. જોકે અકાય અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાઓને પુષ્ટિ મળેલી નથી.

આ પણ વાંચો - Asian Games 2026 : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ક્યાં રોકાશે? BCCIએ કરી સ્પષ્ટતા