5 નવેમ્બર 1988ના રોજ જન્મેલા વિરાટ કોહલી આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વિરાટ કોહલી ભલે આજે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરો પૈકીના એક હોય, પરંતુ તેમનો પરિવાર દિલ્હીના એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. 123 ટેસ્ટ, 318 વનડે અને 125 ટી20 ઇન્ટરનેશનલમાં અનુક્રમે 9230, 15183 અને 4188 રન બનાવી ચૂકેલા વિરાટ કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માને તો દરેક વ્યક્તિ ઓળખે છે.

વેસ્ટ દિલ્હીના મિડલ ક્લાસ પરિવારમાંથી નીકળી બન્યો ક્રિકેટનો કિંગ

વેસ્ટ દિલ્હી ક્યારેક દેશની રાજધાની દિલ્હીનો એવો વિસ્તાર હતો, જ્યાં ભાગલા વખતે આવેલા પંજાબી શરણાર્થીઓ સ્થાયી થયા હતા. ધીમે-ધીમે વેસ્ટ દિલ્હી રાજધાનીમાં ક્રિકેટનો ગઢ બની ગયું. વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, આશિષ નેહરા, આકાશ ચોપરા અને શિખર ધવન જેવા ઘણા ખેલાડીઓ આ જ વિસ્તારમાંથી નીકળીને ટીમ ઇન્ડિયા સુધી પહોંચ્યા. આ જ વેસ્ટ દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં એક મિડલ ક્લાસ પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને દુનિયા આજે વિરાટ કોહલીના નામે ઓળખે છે. વિરાટ આજે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

Virat Kohli Family, Anushka Sharma  (2)

વિરાટ આજે જે મુકામ પર પહોંચ્યા છે, તે તેમના પરિવારના સાથ અને પીઠબળ વિના શક્ય નહોતું. પિતાના અવસાનના બીજા જ દિવસે મેદાન પર જઈને બેટિંગ કરવી એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. તેમની પત્ની અનુષ્કા વિશે તો આખી દુનિયા જાણે છે કે તેમણે ખાવા-પીવાથી લઈને વાતચીત કરવા સુધી તેમના પતિમાં કેવો બદલાવ લાવ્યો. 

Virat Kohli Family, Anushka Sharma  (1)

સરોજ કોહલી (માતા)

દુનિયા છોડી ચૂકેલા પિતા પ્રેમ કોહલી એક ક્રિમિનલ વકીલ હતા અને તેમણે વિરાટને ક્રિકેટર બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યા હતા. પોતાના પતિના નિધન બાદ સરોજ કોહલીએ તેમના નાના દીકરાને હંમેશાં પ્રેરિત રાખ્યો હતો. તેઓ પરિવારનો મુખ્ય આધારસ્તંભ (બેકબોન) છે. વિરાટ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે.

Virat Kohli Family, Anushka Sharma  (3)

વિકાસ કોહલી (મોટા ભાઈ)

વિરાટ કોહલીનો સમગ્ર બિઝનેસ તેમના મોટા ભાઈ વિકાસ કોહલી જ સંભાળે છે. બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ છે. ઓક્ટોબર 2025માં વિરાટે ગુરુગ્રામ સ્થિત પોતાના અંદાજે 80 કરોડના આલીશાન બંગલાની (DLF સિટી ફેઝ-1) જનરલ પાવર ઓફ એટર્ની (GPA) પોતાના મોટા ભાઈના નામે કરી દીધી હતી. વિરાટની બ્રાન્ડ One8નું મેનેજમેન્ટ પણ વિકાસ જ સંભાળે છે. વિકાસ ઘણીવાર પરિવાર સાથે સ્ટેડિયમમાં મેચ જોતા જોવા મળે છે.

Virat Kohli Family, Anushka Sharma  (4)

આર્યવીર કોહલી (ભત્રીજો)

વિકાસ કોહલીનો દીકરો આર્યવીર ઊભરતો ક્રિકેટર છે. તાજેતરમાં તે દિલ્હી પ્રીમિયર લીગના ઓક્શનમાં ભાગ લઈને ચર્ચામાં આવ્યો હતો. આર્યવીરને કોહલી પરિવારના હવે પછીની પેઢીના ક્રિકેટ કનેક્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. એટલે કે આર્યવીરે પોતાના કાકા વિરાટનો વારસો સંભાળવાનો સંકેત આપી દીધો છે.

Virat Kohli Family, Anushka Sharma  (5)

ભાવના કોહલી ઢીંગરા (મોટી બહેન)

વિરાટ કોહલીની મોટી બહેન ભાવના દિલ્હીમાં જ ભણેલાં-ગણેલાં છે. સ્ટાઇલ અને ફેશનના મામલે તેઓ પોતાની ભાભી અનુષ્કા શર્માને પણ ટક્કર આપે છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બંને ભાઈઓ તેમજ માતા સાથે તેમનું બોન્ડિંગ અત્યંત મજબૂત છે.

Virat Kohli Family, Anushka Sharma  (6)

અનુષ્કા શર્મા (પત્ની)

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. બંનેનું અફેર લાંબા સમય સુધી મીડિયાની હેડલાઇન્સમાં રહ્યું હતું. અનુષ્કા બોલીવુડની ટોચની અભિનેત્રી હોવાની સાથે-સાથે હવે પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની સાથે વધુ એક્ટિવ રહે છે. દીકરી વામિકા અને નાના દીકરા અકાય સાથે તે લંડનમાં રહે છે.

આ પણ વાંચો-Bollywood Actor : 5 મહિનામાં 3 ફિલ્મો! 2027માં બોક્સ ઓફિસ પર જોવા મળશે કાર્તિક આર્યનનો દબદબો!