ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટર વિરાટ કોહલીની 18 નંબરની જર્સી વિશ્વભરમાં તેમની ઓળખ બની ગઈ છે. વિરાટ કોહલી 2008થી ભારતીય ટીમ માટે આ નંબરની જર્સી પહેરે છે. હવે તેને ખુલાસો કર્યો છે કે આ નંબર શરૂઆતમાં તેને પસંદ કર્યો ન હતો, પરંતુ સમય જતાં તે તેમના જીવનનો ખાસ હિસ્સો બની ગયો.
ક્યારે કર્યું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ?
વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે જ્યારે તેમને ભારતની અંડર-19 ટીમની જર્સી મળી ત્યારે તેના પર 18 નંબર હતો. તેને આ નંબર ક્યારેય માગ્યો ન હતો. પરંતુ બાદમાં તેમના જીવનની બે અત્યંત મહત્વપૂર્ણ ઘટનાઓ આ જ નંબર સાથે જોડાઈ ગઈ.
વિરાટ કોહલીએ 18 ઓગસ્ટ 2008ના રોજ શ્રીલંકા સામેની વનડે મેચથી ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ તેના પિતાનું નિધન 18 ડિસેમ્બર 2006ના રોજ થયું હતું. વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેના જીવનની બે સૌથી મહત્વપૂર્ણ તારીખો 18 સાથે જોડાયેલી હોવાથી તેને આ નંબર સાથે કોઈ 'કોસ્મિક કનેક્શન' હોવાની લાગણી થાય છે.
https://www.instagram.com/reels/DcILxwkSJWd/
ખૂબ જ ખાસ અને ગર્વની લાગણી થાય છે: વિરાટ કોહલી
વિરાટ કોહલીએ એ પણ કહ્યું હતું કે આજે જ્યારે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફેન્સ 18 નંબરની જર્સી પહેરીને જોવા મળે છે ત્યારે તેમને ખૂબ જ ખાસ અને ગર્વની લાગણી થાય છે. બાળપણમાં તેઓ પોતાના મનપસંદ ક્રિકેટરની જર્સી પહેરવા ઈચ્છતા હતા અને હવે લોકો તેની જર્સી પહેરે છે તે તેમના માટે અવિશ્વસનીય અનુભવ છે.
વિરાટ કોહલીનું ઈન્ટરનેશનલ કરિયર પણ શાનદાર રહ્યું છે. તેને ત્રણેય ફોર્મેટમાં ભારત માટે અનેક યાદગાર ઈનિંગ રમી છે અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેની 18 નંબરની જર્સી હવે માત્ર એક નંબર નહીં, પરંતુ ભારતીય ક્રિકેટમાં એક ખાસ ઓળખ બની ગઈ છે.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન