ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુલ્લાંપુરમાં રમાયેલી ત્રીજી વનડે દરમિયાન મેદાન પર એક મજેદાર ક્ષણ જોવા મળી. ભારતીય ટીમના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ પોતાના મસ્તીભર્યા અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું.ડ્રિંક્સ બ્રેક દરમિયાન કોહલીએ યુવા બેટર યશસ્વી જયસ્વાલને ડાન્સના સ્ટેપ્સ શીખવ્યા.આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના 352 રનના લક્ષ્યાંકનો બચાવ કરી રહી હતી. 

વિરાટ કોહલીએ ડાન્સ કર્યો

આ દરમિયાન ખેલાડીઓ બાઉન્ડરી પાસે ડ્રિંક્સ બ્રેક માટે એકઠા થયા હતા.ત્યારે વિરાટ કોહલીએ અચાનક ડાન્સના કેટલાક સ્ટેપ્સ કરવા શરૂ કર્યા.યશસ્વી જયસ્વાલ પણ કોહલીને જોઈને રોકાઈ શક્યા નહીં અને તેમણે પણ એ જ સ્ટેપ્સની નકલ કરવાનું શરૂ કર્યું. બંને ખેલાડીઓ એકબીજાને જોઈને હસવા લાગ્યા. તેમની બાજુમાં ઊભેલા રવિન્દ્ર જાડેજા પણ આ મજેદાર ક્ષણનો આનંદ લેતા જોવા મળ્યા.થોડી જ ક્ષણોમાં કેમેરાનું ધ્યાન પણ આ તરફ ગયું અને કોહલી-યશસ્વીની મસ્તીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો.

https://x.com/Cric_Mukku/status/2106579959280177408?s=20


કોહલી માટે બેટિંગમાં ખરાબ દિવસ

મુલ્લાંપુર વનડેમાં વિરાટ કોહલી માટે બેટિંગની દૃષ્ટિએ દિવસ સારો રહ્યો નહોતો. ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના બોલર જેડન સીલ્સે કોહલીને બોલ્ડ કરી દીધા.કોહલી પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા.વનડે કારકિર્દીમાં આ ચોથી વખત હતું જ્યારે તેઓ ગોલ્ડન ડક એટલે કે પ્રથમ જ બોલે આઉટ થયા.કોહલીનો આ ગોલ્ડન ડક લાંબા સમય બાદ આવ્યો છે. ડિસેમ્બર 2019 બાદ પ્રથમ વખત તેઓ વનડેમાં શૂન્ય રને પ્રથમ બોલે આઉટ થયા.ખાસ વાત એ છે કે તે વખતે પણ વિરોધી ટીમ વેસ્ટ ઈન્ડિઝ જ હતી. ત્યારે કિરોન પોલાર્ડે કોહલીને આઉટ કર્યો હતો.

કોહલીનો ડાન્સ કોઈ નવી વાત નથી

વિરાટ કોહલી મેદાન પર પોતાના મસ્તીભર્યા અંદાજ માટે જાણીતા છે. તેઓ અગાઉ પણ અનેક વખત મેચ દરમિયાન ડાન્સ કરતા જોવા મળ્યા છે.ઘણી વખત તેમના ડાન્સ મૂવ્સને કારણે સાથી ખેલાડીઓ અને ચાહકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું છે.પરંતુ આ વખતે ખાસ વાત એ હતી કે કોહલીએ યશસ્વી જયસ્વાલને પણ પોતાની સાથે સામેલ કરી લીધો. યશસ્વીએ જે રીતે કોહલીના સ્ટેપ્સની નકલ કરી અને ત્યારબાદ બંને હસવા લાગ્યા, તે ક્ષણે મેદાનનું વાતાવરણ હળવું કરી દીધું.રવિન્દ્ર જાડેજાની હસતી પ્રતિક્રિયાએ આ સમગ્ર ઘટનાને વધુ મજેદાર બનાવી દીધી.

2027 વિશ્વ કપને લઈને ગિલે આપ્યા સંકેત

આ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલે વિરાટ કોહલી અને રોહિત શર્માના 2027 વનડે વિશ્વ કપમાં રમવા અંગે પણ સકારાત્મક વાત કરી છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં બંને અનુભવી બેટર્સના પ્રદર્શનનો ઉલ્લેખ કરતા ગિલે કહ્યું કે બંને ખેલાડીઓ હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ટીમને તેમની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે.આ નિવેદન બાદ 2027 વિશ્વ કપમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની ભૂમિકાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભારતીય ટીમના કેપ્ટનનું વલણ સ્પષ્ટ જોવા મળ્યું છે.

આ પણ વાંચો - Shubman Gillએ ધોની-ગાંગુલીની કરી બરાબરી, વેસ્ટ ઈન્ડિઝ સામે રચ્યો મોટો રેકોર્ડ