વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની T20I સિરીઝમાં પોતાના પ્રદર્શનથી ફેન્સના દિલ જીતી લીધા. વૈભવ સૂર્યવંશીએ 3 મેચમાં 50.33 ની એવરેજથી 151 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ પહેલી અને ત્રીજી T20I માં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
તેના પ્રદર્શનથી વૈભવને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો. પરંતુ ભારતીય ટીમના કાર્યકારી કોચ વીવીએસ લક્ષ્મણે વૈભવ સૂર્યવંશીની એક ખામી જાહેર કરી અને કહ્યું કે 15 વર્ષીય ખેલાડીએ તેના પર કામ કરવાની જરૂર છે.
કોચ વૈભવ સૂર્યવંશીના પ્રદર્શનથી સંતુષ્ટ નથી!
3-0થી સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કાર્યકારી કોચ વીવીએસ લક્ષ્મણે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી. તેમને વૈભવ સૂર્યવંશીને તેની ફિટનેસ સુધારવાની સલાહ આપી, જે હકીકતથી તેઓ સંતુષ્ટ ન હતા. તેમને કહ્યું કે "અમે ફક્ત એક જ વસ્તુમાં સુધારો કરવા માગીએ છીએ, વૈભવ સૂર્યવંશી તેની ફિટનેસમાં સુધારો કરે. વૈભવ યુવાન છે અને દરેક પાસામાં સુધારો કરવા માગે છે. આજે પણ જ્યારે તે ઈજાગ્રસ્ત હતો, ત્યારે તે મેદાન પર રહેવા માગતો હતો. વૈભવ ટીમની સફળતામાં દરેક રીતે યોગદાન આપવા માગે છે."
વૈભવ સૂર્યવંશીની બેટિંગની પ્રશંસા કરી
વીવીએસ લક્ષ્મણે પણ વૈભવ સૂર્યવંશીની બેટિંગની પ્રશંસા કરી. તેમને કહ્યું કે "એક ખેલાડી તરીકે તેને જે રીતે વિકાસ કર્યો છે તે પ્રશંસનીય છે. તે પરિપક્વતા દર્શાવે છે, અને છેલ્લા 6 મહિનામાં, રમત પ્રત્યેની તેની સમજ અને જાગૃતિ એક અલગ જ સ્તરે પહોંચી ગઈ છે. આ જ કારણ છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાને સંભાળી શકે છે. તે અંડર-19 વર્લ્ડકપમાં રમ્યો હતો, અને 4 થી 5 મહિના પછી તેને આઈપીએલમાં ધૂમ મચાવી હતી."
વીવીએસ લક્ષ્મણે આગળ કહ્યું કે "તમે જાણો છો કે IPL કેટલી સ્પર્ધાત્મક છે. તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના બેસ્ટ બોલરોનો સામનો કર્યો. તેને જે રીતે પોતાને વિકસિત કર્યો છે અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રગતિ કરી રહ્યો છે તે દર્શાવે છે કે તેની પાસે કેટલી ક્ષમતા અને ટેલેન્ટ છે. તેને એ પણ સમજવાની જરૂર છે કે તે ફક્ત 15 વર્ષનો છે. તે ખૂબ જ યુવાન છે અને તેને રમતના દરેક પાસામાં સુધારો કરવાની જરૂર છે. જો તમે આજની મેચ જુઓ તો પણ, તે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો."
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?