ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર બેટિંગ કરીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.ગુહાટીમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના 3 બેટર્સે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.આ સાથે વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે ODI ક્રિકેટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર પણ બનાવી દીધો છે. ટીમે લગભગ 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
1983નો 333 રનનો રેકોર્ડ તૂટ્યો
ભારત સામે ODIમાં વેસ્ટ ઈન્ડિઝનો અગાઉનો સૌથી મોટો સ્કોર 333 રન હતો. વેસ્ટ ઈન્ડિઝે 7 ડિસેમ્બર 1983ના રોજ જમશેદપુરમાં રમાયેલી મેચમાં 8 વિકેટ ગુમાવીને 333 રન બનાવ્યા હતા.ત્યાર બાદ લગભગ 43 વર્ષ સુધી વેસ્ટ ઈન્ડિઝ ભારત સામે આ આંકડાને પાર કરી શક્યું નહોતું. જોકે, ગुवાહાટીની બીજી ODIમાં આ જૂનો રેકોર્ડ તૂટી ગયો.50 ઓવરની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે માત્ર 42મી ઓવરમાં જ 333 રનનો આંકડો પાર કરી લીધો હતો. આ સાથે ભારત સામે ODIમાં તેનો સૌથી મોટો ટીમ સ્કોર નોંધાયો.
3 બેટર્સે ફટકારી શાનદાર સદી
વેસ્ટ ઈન્ડિઝના મોટા સ્કોર પાછળ તેના 3 બેટર્સની સદી મુખ્ય કારણ રહી. જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જંગૂએ સદી ફટકારીને ભારતીય બોલિંગ આક્રમણ સામે જોરદાર બેટિંગ કરી.સૌથી પહેલા જ્હોન કેમ્પબેલે સદી ફટકારી હતી.તેણે માત્ર 68 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેની આક્રમક ઇનિંગે વેસ્ટ ઈન્ડિઝને ઝડપી શરૂઆત અપાવી.ત્યારબાદ ટીમના કેપ્ટન શાઈ હોપે પણ સદી ફટકારી હતી. હોપે 94 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી.આ પછી અમીર જંગૂએ પણ સદી ફટકારી હતી. તેણે માત્ર 77 બોલમાં 114 રનની તોફાની ઇનિંગ રમી હતી.આ 3 બેટર્સે મળીને જ 300થી વધુ રન બનાવી નાખ્યા હતા. તેમના શાનદાર પ્રદર્શનના કારણે વેસ્ટ ઈન્ડિઝ ભારત સામે મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું.
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત એક મેચમાં 3 સદી ફટકારી
ODI ક્રિકેટના ઇતિહાસમાં આ માત્ર 6મી વખત બન્યું છે જ્યારે એક જ ટીમના 3 બેટર્સે એક મેચમાં સદી ફટકારી હોય.વેસ્ટ ઈન્ડિઝ માટે આ સિદ્ધિ વધુ ખાસ છે, કારણ કે તેની ODI ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે એક જ મેચમાં તેના 3 બેટર્સે સદી ફટકારી છે.આ ઉપરાંત ભારત સામે પણ વેસ્ટ ઈન્ડિઝના 3 બેટર્સે એક જ ODIમાં સદી ફટકારી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.આ પહેલાં 2023માં ઓસ્ટ્રેલિયાના 3 બેટર્સે દક્ષિણ આફ્રિકા સામે એક જ ODIમાં સદી ફટકારી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝે આ યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે.
ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની ઐતિહાસિક બેટિંગ
ગુહાટીની આ મેચ વેસ્ટ ઈન્ડિઝના બેટર્સ માટે યાદગાર બની ગઈ છે. 43 વર્ષ જૂનો ટીમ સ્કોરનો રેકોર્ડ તોડવાની સાથે એક જ ઇનિંગમાં 3 સદી ફટકારવાની સિદ્ધિ પણ મેળવી છે.જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જંગૂની સદીના કારણે વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમ સામે ODIમાં પોતાની બેટિંગ ક્ષમતાનો શાનદાર નમૂનો રજૂ કર્યો છે.
આ પણ વાંચો - Naman Dhirના કેચ પર કેમ વિવાદ? અંપાયર્સે રમત રોકી કર્યો આવો નિર્ણય