હાલમાં વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી છે,જેણે 2026ની આઈપીએલ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.તેની ફેન ફોલોઈંગ હવે વ્યાપકપણે જોવા મળી રહી છે.આઈપીએલ સીઝન પૂર્ણ થયા પછી ચાહકો વૈભવ સૂર્યવંશીના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તે 9 જૂનથી શ્રીલંકામાં A ટીમો વચ્ચે રમાનારી ODI ત્રિકોણીય સીરિઝમાં રમતો જોવા મળશે.તિલક વર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાની ટીમ આ સીરિઝ માટે 5જૂને શ્રીલંકા પહોંચી હતી.એરપોર્ટથી બહાર નીકળતી વખતે વૈભવ સૂર્યવંશી કેટલાક ચાહકોથી થોડા નારાજ દેખાયા,જેમણે હાથ જોડીને તેમને દૂર રહેવાનો ઈશારો કર્યો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
વૈભવ સૂર્યવંશી ફેન્સ પર થયો ગુસ્સે
ભારતીય A ટીમ ત્રિકોણીય સીરિઝ માટે દંબુલા સ્ટેડિયમમાં શ્રીલંકામાં રમવાની છે.ટીમ ઈન્ડિયા એરપોર્ટ પહોંચી અને બહાર નીકળી,ત્યારે બધાની નજર વૈભવ સૂર્યવંશી પર કેન્દ્રિત થઈ ગઈ.વૈભવ બહાર આવતાની સાથે જ શ્રીલંકાના કેટલાક ચાહકોએ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો,જેનાથી વૈભવ થોડો નારાજ થઈ ગયો,અને આ વાત તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.એક ચાહક દ્વારા હેરાન કરવામાં આવ્યા બાદ,તેણે હાથ જોડીને થોડી જગ્યા માંગી.ભારતીય ટીમ આ ODI ત્રિકોણીય સીરિઝમાં યજમાન શ્રીલંકા A ટીમ સામે પોતાનો પહેલો મુકાબલો રમશે,જ્યારે ટુર્નામેન્ટમાં ત્રીજી ટીમ અફઘાનિસ્તાન A છે.
ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ માટે વૈભવની એન્ટ્રી
IPL 2026 માં ઘણા ટોચના બોલરો સામે વૈભવની નિર્ભય બેટિંગને જોતાં, ટીમ ઇન્ડિયામાં તેના સમાવેશ અંગે અનેક અટકળો વહેતી થઈ છે. આવી સ્થિતિમાં, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝ માટે વૈભવ સૂર્યવંશીનો ટીમ ઇન્ડિયાની ટીમમાં સમાવેશ હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. પસંદગીકારો 6 જૂને આ બંને પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ટીમની જાહેરાત કરશે.
આ પણ વાંચો- ENG vs NZ : Emilio Gayએ ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ,22 વર્ષ બાદ સર્જાયો આ અદ્ભુત રેકોર્ડ!










