આઈસીસી (ICC) મહિલા T20 વર્લ્ડ કપ 2026ની 10મી આવૃત્તિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આગામી 12 જૂનથી 5 જુલાઈ દરમિયાન ઈંગ્લેન્ડની ધરતી પર રમાનારી આ મેગા ટુર્નામેન્ટમાં વિશ્વની 12 દિગ્ગજ ટીમો વચ્ચે કુલ 33 રોમાંચક મેચો રમાશે. આ ટુર્નામેન્ટ માટે તમામ ટીમોને છ-છના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનને ગ્રુપ 1 માં રાખવામાં આવ્યા છે. આ વખતે મહિલા ક્રિકેટ જગતમાં પૈસાનો જબરદસ્ત વરસાદ થવા જઈ રહ્યો છે. ICC એ આ ટૂર્નામેન્ટ માટે જાહેર કરેલી ઈનામી રકમ (Prize Money) એટલી વિશાળ છે કે તે જાણીને તમારા હોશ ઉડી જશે.
કુલ ₹244 કરોડનું ઐતિહાસિક પ્રાઇઝ પૂલ
મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ICC દ્વારા આ વર્ષે રેકોર્ડબ્રેક 8,764,615 યુએસ ડોલર (આશરે ₹244 કરોડ) ની કુલ ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ ગયા વર્લ્ડ કપ કરતાં 10 ટકા વધુ છે. આ ઇનામી રકમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ વર્ષે વર્લ્ડ કપમાં રનર-અપ (બીજા નંબરે) રહેનારી ટીમને પણ IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને મળેલી વિજેતા રકમ કરતાં ₹12 કરોડ વધુ મળશે.
ચેમ્પિયન અને રનર-અપ ટીમો પર પણ થશે ધનવર્ષા
વર્લ્ડ કપની ફાઇનલ જીતીને ટ્રોફી પોતાના નામે કરનાર વિજેતા ટીમને US$2,340,000 એટલે કે ભારતીય ચલણમાં આશરે ₹65 કરોડનું બમ્પર ઇનામ મળશે. આ રકમ IPL ચેમ્પિયન RCB ને મળેલી ₹20 કરોડની ઇનામી રકમ કરતાં ત્રણ ગણી વધારે છે. ફાઇનલમાં પહોંચીને હારનારી એટલે કે રનર-અપ ટીમને પણ નિરાશ થવું નહીં પડે. રનર-અપ ટીમને US$1,170,000 (આશરે ₹32 કરોડ) મળશે, જે આઈપીએલ વિજેતાની રકમ કરતાં ₹12 કરોડ વધુ છે.
જાણો પ્રાઈઝ મની
સેમિફાઇનલમાં હારનારી બંને ટીમોમાંથી પ્રત્યેકને US$675,000 (આશરે ₹18.5 કરોડ) આપવામાં આવશે. જયારે ભાગ લેનારી અન્ય ટીમોને પણ સારા રૂપિયા મળશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી બાકીની અન્ય ટીમોને પણ આશરે ₹7 કરોડનું પ્રોત્સાહક ઇનામ મળશે. ગ્રુપ મેચ જીતવા પર બોનસ ઉપરાંત, દરેક ગ્રુપ સ્ટેજની મેચ જીતવા બદલ વિજેતા ટીમને અલગથી US$31,154 (આશરે ₹9 લાખ) ની વધારાની રકમ મળશે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે મહિલા ક્રિકેટ હવે પુરુષોની સરખામણીએ કમાણી અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ એક નવા શિખરે પહોંચી રહ્યું છે.
આ પણ વાંચો : T20 કેપ્ટનને લઈને BCCIનો મોટો પ્લાન, આ દિગ્ગજ ખેલાડીને સોંપશે ટીમનું સુકાન