ICC વિમેન્સ T20 વર્લ્ડકપની પોતાની શરૂઆતની મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે રિચા ઘોષના ઝડપી 34 રનની મદદથી 170 રન બનાવ્યા હતા. આ ઈનિંગ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પહેલા સ્મૃતિ મંધાનાએ 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની સાથે કેપ્ટન હરમનપ્રીત કૌરે 36 રનની સમજદાર ઈનિંગ રમી હતી.


રિચા ઘોષે બનાવ્યો ખાસ રેકોર્ડ

રિચા ઘોષ T20 વર્લ્ડકપમાં છઠ્ઠા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરીને ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. ICC વર્લ્ડકપ 2026ની છઠ્ઠી મેચમાં તેણે પાકિસ્તાન સામે 200 ના સ્ટ્રાઈક રેટથી 34 રન બનાવ્યા હતા. ફક્ત 17 બોલ સુધી ચાલેલી આ તોફાની ઈનિંગમાં તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 19મી ઓવર ખાસ કરીને નોંધપાત્ર હતી, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારવામાં આવ્યો હતો. આ ઓવરમાંથી કુલ 23 રન બન્યા હતા.

ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત

આ પહેલા ભારતની શરૂઆત સારી ન હતી, તેણે પહેલી જ ઓવરમાં શેફાલી વર્માને 6 રનના વ્યક્તિગત સ્કોર ગુમાવી દીધી. ત્યારબાદ જેમીમા રોડ્રિગ્સ 7 બોલમાં 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ધીમે ધીમે ઈનિંગ બનાવી, પછી કેટલાક સારા શોટ રમ્યા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને પોતાની અડધી સદી પૂરી કરી, જેમાં 2 છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

હરમનપ્રીત કૌરે ઈનિંગને સંભાળી

હરમનપ્રીત કૌરે 35 બોલમાં 36 રન બનાવ્યા. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ વધુ ન હતો, પરંતુ ટીમ ઈન્ડિયા જે પરિસ્થિતિમાં હતી તેને ધ્યાનમાં રાખીને કેપ્ટન તરફથી આ એક મહત્વપૂર્ણ ઈનિંગ હતી. દીપ્તિ શર્માએ પણ 9 બોલમાં 12 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી.

પાકિસ્તાન તરફથી સાદિયા ઈકબાલ અને કેપ્ટન ફાતિમા સનાએ 2-2 વિકેટ લીધી, જ્યારે તસ્મિયા રુબાબ અને રમીમ શમીમે 1-1 વિકેટ લીધી.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: