વુમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે.ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ ચૂકી છે અને હવે માત્ર 9 મેચ બાકી છે.જે સેમિફાઇનલની ચાર ટીમોનું ભવિષ્ય નક્કી કરશે.ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા,ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝનો દબદબો જોવા મળ્યો છે,આ ત્રણેય ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.બીજી તરફ,પાકિસ્તાન,નેધરલેન્ડ,આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ સહિત 4 ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.


ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી 

સાઉથ આફ્રિકા સામે મળેલી હાર બાદ ભારતીય મહિલા ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવાની રાહ ઘણી મુશ્કેલ બની ગઈ છે.ભારતે જો સેમિફાઇનલની રેસમાં ટકી રહેવું હોય તો હવે પછીની બંને મેચો જીતવી જ પડશે.ભારતની આગામી મેચો બાંગ્લાદેશ અને મજબૂત ઓસ્ટ્રેલિયા સામે છે.અત્યાર સુધી અજેય રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવી ટીમ ઇન્ડિયા માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

સાઉથ આફ્રિકા મજબૂત સ્થિતિમાં, ભારત પર બહાર થવાનું જોખમ

બીજી તરફ સાઉથ આફ્રિકાની આગામી બંને મેચ બાંગ્લાદેશ અને નેધરલેન્ડ સામે ટક્કર થશે.જો સાઉથ આફ્રિકા આ બંને મેચ જીતી જાય છે અને ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામે હારી જાય છે,તો ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.હવે પોઇન્ટ્સ ટેબલની લડાઈ રોમાંચક બની છે.હરમનપ્રીત કૌરની સેનાએ જો વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કરવું હોય,તો ઓસ્ટ્રેલિયા સામેની આગામી મેચમાં કરિશ્માઈ પ્રદર્શન કરવું જ પડશે.ફેન્સની નજરો હવે બાકી રહેલી 9 મેચ અને પોઇન્ટ્સ ટેબલના ઉલટફેર પર ટકેલી છે.

આ પણ વાંચો - Women’s T20 World Cup 2026 : પાકિસ્તાનની સતત ચોથી શરમજનક હાર,ઓસ્ટ્રેલિયાની બીજી સૌથી મોટી જીત નોંધાવી


  • Follow us on: