Women’s Asia Cup 2026માં હવે ખિતાબની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. ગ્રુપ સ્ટેજના તમામ મુકાબલા પૂર્ણ થયા બાદ સેમિફાઇનલમાં પહોંચનારી 4 ટીમો નક્કી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા હવે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે.

સેમિફાઇનલમાં ભારત સામે બાંગ્લાદેશ

ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલામાં બાંગ્લાદેશે UAEને 34 રનથી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશ ગ્રુપ-Bમાં બીજા સ્થાને રહ્યું.ટીમ ઈન્ડિયાએ ગ્રુપ-Aમાં શાનદાર પ્રદર્શન કરીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેથી હવે સેમિફાઇનલમાં ભારતનો સામનો ગ્રુપ-Bની બીજા ક્રમની ટીમ બાંગ્લાદેશ સામે થશે.

https://x.com/ICC/status/2097391832519110760?s=20


ક્યારે અને ક્યાં રમાશે ભારત-બાંગ્લાદેશ સેમિફાઇનલ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે Women’s Asia Cup 2026ની પ્રથમ સેમિફાઇનલ 10 સપ્ટેમ્બરના રોજ રમાશે.આ મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે અને મેચની શરૂઆત રાત્રે 8 વાગ્યે થશે.ભારતીય ટીમની નજર હવે આ મેચ જીતીને ફાઇનલમાં પહોંચવા પર રહેશે.

બાંગ્લાદેશે UAEને હરાવ્યું

ગ્રુપ-Bની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને UAE વચ્ચે મુકાબલો થયો હતો.બંને ટીમોના ખાતામાં 2-2 પોઇન્ટ હતા,તેથી સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મેચ જીતવી જરૂરી હતી.બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા માત્ર 103 રનબનાવ્યા હતા.શરમિન અખ્તરે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. UAE તરફથી સુરક્ષા કોટેએ 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.જોકે UAEની ટીમ પણ બાંગ્લાદેશના બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. UAEની ટીમ 20 ઓવરમાં માત્ર 69 રન બનાવી શકી હતી.આ સાથે બાંગ્લાદેશે 34 રનથી જીત મેળવીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી.

બીજો સેમિફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે

Women’s Asia Cup 2026નો બીજો સેમિફાઇનલ મુકાબલો શ્રીલંકા અને પાકિસ્તા વચ્ચે રમાશે.શ્રીલંકાએ ગ્રુપ-Bમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે પાકિસ્તાન ગ્રુપ-Aમાં બીજા સ્થાને રહ્યું છે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો 11 સપ્ટેમ્બર,રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

ફાઇનલ ક્યારે રમાશે?

બંને સેમિફાઇનલની વિજેતા ટીમો 13 સપ્ટેમ્બરના રોજ Women’s Asia Cup 2026ની ફાઇનલમાં સામસામે ટકરાશે.અર્થાત્, ભારતીય ટીમ પાસે હવે ખિતાબ જીતવા માટે માત્ર 2 જીતનું અંતર છે. પ્રથમ પડકાર બાંગ્લાદેશનો રહેશે અને જો ભારત સેમિફાઇનલમાં જીત મેળવશે તો ફાઇનલમાં એશિયા કપની ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો - Duleep Trophy 2026 : ઈસ્ટ ઝોન જીત તરફ અગ્રેસર, તિલક વર્માની સુસ્ત બેટિંગે સાઉથ ઝોનની મુશ્કેલી વધારી