મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2027 પહેલાં તમામ ટીમોની રિટેન્શન લિસ્ટ સામે આવી ગઈ છે. આગામી સીઝન પહેલાં ટીમોએ કેટલાક મોટા ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની એલિસ પેરીને લઈને સૌથી વધુ ચર્ચા હતી અને હવે તેમના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.

એલિસ પેરી RCB સાથે જ રહેશે

સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગ્રેસ હેરિસ, લિન્સે સ્મિથ, ડી હેમલતા અને ગૌતમી નાયકને રિલીઝ કર્યા છે. પરંતુ એલિસ પેરી ટીમ સાથે જળવાઈ રહેશે.ગત સીઝનમાં પેરી RCBનો ભાગ હતી, પરંતુ કેટલીક કારણસર તેમણે ટૂર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કર્યો હતો.ત્યારથી તેમના આગામી સીઝનમાં રમવા અંગે અટકળો ચાલી રહી હતી. હવે પેરીએ WPL 2027માં રમવા માટે સંમતિ આપી હોવાનું સામે આવ્યું છે. એટલે તે આગામી સીઝનમાં ફરી RCBના જર્સીમાં જોવા મળી શકે છે.

https://x.com/wplt20/status/2104522896261673323?s=20


ગુજરાત જાયન્ટ્સે 4 ખેલાડીઓને રિલીઝ કર્યા

ગુજરાત જાયન્ટ્સે ડેની વાયટ-હોજ, આયુષી સોની, તિતાસ સાધુ અને શિવાની સિંહને રિલીઝ કર્યા છે.ટીમે એશ્લે ગાર્ડનર,બેથ મૂની,જ્યોર્જિયા વેરહેમ,કિમ ગાર્થ, સોફી ડિવાઇન સહિતના ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સે 6 ખેલાડીઓને કર્યા બહાર

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સે 6 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તેમાં 5 ભારતીય અને 1 વિદેશી ખેલાડીનો સમાવેશ થાય છે.મુંબઈએ મિલી ઇલિંગવર્થ, જી કમલિની, ક્રાંતિ રેડ્ડી, પૂનમ ખેમનાર, સાઇકા ઇશાક અને ત્રિવેણી વશિષ્ઠને રિલીઝ કર્યા છે.જ્યારે હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, મેલિ કેર, નિકોલા કેરી અને શબનમ ઇસ્માઇલ સહિતના ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.

દિલ્હી કેપિટલ્સે પણ 6 ખેલાડીઓને રિલીઝ કર્યા

જેમિમા રોડ્રિગ્સની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે અલાના કિંગ, લિઝેલ લી, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા, પ્રગતિ સિંહ અને એડલા શ્રુજાનાને રિલીઝ કર્યા છે.દિલ્હીએ એનાબેલ સદરલેન્ડ, લૌરા વોલ્વાર્ડ્ટ, મારિઝાન કેપ, જેમિમા રોડ્રિગ્સ અને શેફાલી વર્મા સહિતના મહત્વના ખેલાડીઓને રિટેન કર્યા છે.

UP વોરિયર્સે સૌથી વધુ 9 ખેલાડીઓને રિલીઝ કર્યા

UP વોરિયર્સે કુલ 9 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તેમાં ડિએન્ડ્રા ડોટિન, ક્લો ટ્રાયોન, ચાર્લી નોટ અને એમી જોન્સ જેવી વિદેશી ખેલાડીઓ સામેલ છે.ભારતીય ખેલાડીઓમાં આશા સોભના, જી ત્રિશા, કિરણ નવગિરે, શ્વેતા સેહરાવત અને સુમન મીનાનો સમાવેશ થાય છે.ટીમે મેગ લેનિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી એક્લેસ્ટોન, દીપ્તિ શર્મા અને હરલીન દેઓલ સહિતના ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

WPL 2027 ક્યારે શરૂ થશે?

આગામી WPL સીઝન 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરીએ ફાઇનલ રમાશે.આ પહેલાં 28 ઓક્ટોબરે કોચીમાં ખેલાડીઓની હરાજી યોજાવાની છે.ટીમોએ રિલીઝ કરેલા ખેલાડીઓ પણ હરાજીમાં સામેલ થઈ શકશે. આ હરાજી બાદ ટીમોમાં ખાલી પડેલી જગ્યાઓ નવા ખેલાડીઓથી ભરાશે.આ વખતે રિટેન્શન લિસ્ટમાં સૌથી વધુ ચર્ચા એલિસ પેરીની રહી છે. પેરી RCB સાથે જળવાઈ રહેતાં આગામી WPL સીઝનમાં ટીમની મજબૂતીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો - Sachinની AIમાં નવી ઇનિંગ્સ! OpenAI સાથે જોડાયા, જાણો ChatGPTનો કેવી રીતે કરે છે ઉપયોગ