ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થતાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. આ મેચનું પરિણામ ભલે ટેસ્ટ સિરીઝ પર ખાસ અસર કરતું ન હોય, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCની પોઇન્ટ્સ ટેબલમાં ભારતની ફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. હવે ભારતીય ટીમ માટે ફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો પહેલાં કરતાં વધુ મુશ્કેલ બની ગયો છે. ભારતે બાકીની તમામ ટેસ્ટ મેચ જીતવાની સાથે અન્ય ટીમોનાં પરિણામો પર પણ નજર રાખવી પડશે.

વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતાં WTC પોઇન્ટ્સ ટેબલમાં શું ફેરફાર થયો?

વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થયા બાદ ભારત WTC 2025-27ની પોઇન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે જ છે, પરંતુ તેની પોઇન્ટ્સ ટકાવારીમાં ઘટાડો થયો છે. મેચ પહેલાં ભારતની PCT 51.52 હતી, જે હવે ઘટીને 50.00 થઈ ગઈ છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમ 72.22ની જગ્યાએ 66.67 PCT સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે.દક્ષિણ આફ્રિકા 75 PCT સાથે પ્રથમ અને ઓસ્ટ્રેલિયા 69.23 PCT સાથે બીજા ક્રમે છે. WTCની ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પોઇન્ટ્સ ટેબલની ટોચની 2 ટીમો વચ્ચે મુકાબલો થશે

https://x.com/ICC/status/2124734903577452918?a=pdFXYzD1Gq1ODQV-zWE&s=20

WTC ફાઇનલની રેસમાં ભારત પાછળ કેમ?

વેલિંગ્ટન ટેસ્ટ પહેલાં ભારતને પોતાની બાકીની 7 ટેસ્ટમાંથી ઓછામાં ઓછી 6 મેચ જીતવાની જરૂર હતી. પરંતુ પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં હવે ભારત પાસે માત્ર 6 ટેસ્ટ બાકી છે. આ તમામ 6 મેચ જીતવી ભારત માટે જરૂરી બની ગઈ છે.ભારતની બાકીની મેચોમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી 5 ટેસ્ટનો સમાવેશ થાય છે. બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

ભારતે તમામ 6 મેચ જીતવી પડશે

ભારત જો પોતાની બાકીની તમામ 6 ટેસ્ટ મેચ જીતી જાય તો તેની પોઇન્ટ્સ ટકાવારી 66.67 સુધી પહોંચી શકે છે. જોકે, આટલું કરવું પણ ફાઇનલમાં સ્થાન નક્કી કરવા માટે પૂરતું ન હોઈ શકે. ભારતે અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મેચો ભારત માટે મહત્વની રહેશે. ન્યૂઝીલેન્ડે ભારત સામેની સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયા સામે પણ 4 ટેસ્ટ રમવાની છે. આ સિરીઝનાં પરિણામો WTCની રેસમાં મોટો ફેરફાર કરી શકે

હવે ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ

ભારત માટે હવે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ જીતવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટની સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે. એક પણ મેચમાં હાર કે ડ્રો થાય તો ફાઇનલની આશાઓને વધુ મોટો ફટકો પડી શકે છે.હાલમાં ભારતની સ્થિતિ એવી છે કે પોતાના તમામ મુકાબલા જીતવાની સાથે અન્ય ટીમોનાં પરિણામો પણ તેની તરફેણમાં આવે તેવી આશા રાખવી પડશે. એટલે વેલિંગ્ટન ટેસ્ટનું ડ્રો થવું ટીમ ઇન્ડિયા માટે ફાઇનલની દોડમાં મોટો પડકાર બની ગયું છે.

આ પણ વાંચો- Watch Video : સ્કૂલ બંક કરીને ટેસ્ટ જોવા પહોંચ્યા બાળકો, કેમેરો જોતાં જ ભાગ્ય!