ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 368 રન બનાવ્યા છે. હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સની શાનદાર સદીઓના કારણે યજમાન ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. હવે ભારતીય ટીમની બેટિંગ દરમિયાન યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલે પોતાના નામે ખાસ સિદ્ધિ નોંધાવી છે. તેણે સાથી ખેલાડી રવીન્દ્ર જાડેજાને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં 800થી વધુ રન પૂરા કર્યા છે.

WTCમાં ભારતનો ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના વર્તમાન ચક્રમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જો રૂટના નામે છે. તેમણે અત્યાર સુધી 1272 રન બનાવ્યા છે. જ્યારે ભારતીય ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ સૌથી આગળ છે. ગિલે અત્યાર સુધી 11 મેચમાં 1024 રન નોંધાવ્યા છે.ભારતીય બેટ્સમેનોની યાદીમાં યશસ્વી જાયસ્વાલ અને રવીન્દ્ર જાડેજા વચ્ચે ત્રીજા સ્થાન માટે સ્પર્ધા હતી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં બંનેના રન લગભગ સરખા હતા. જોકે, સારી બેટિંગ સરેરાશને કારણે જાડેજા આગળ હતા. હવે યશસ્વીએ આ મુકાબલામાં જાડેજાને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવી લીધું છે.

https://x.com/BCCI/status/2123619091617620082?a=Tn3TrUx9G6AtZ2IMh5Q&s=20


એક ચોગ્ગા સાથે 800 રનનો આંકડો પાર કર્યો

ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે શરૂઆતની ચાર ઓવરમાં એક પણ રન બન્યો નહોતો. ત્યારબાદ પાંચમી ઓવરમાં યશસ્વી જાયસ્વાલે ચોગ્ગો ફટકારીને ભારતીય ટીમનું ખાતું ખોલાવ્યું હતું. આ સાથે જ તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં પોતાના 800 રનનો આંકડો પાર કર્યો હતો.યશસ્વી માટે આ સિદ્ધિ ખાસ છે, કારણ કે તે સતત ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યો છે. WTC 2025-27માં આ તેનો 12મો ટેસ્ટ મુકાબલો છે. આ દરમિયાન તેના બેટમાંથી 3 સદી અને 3 અડધી સદી પણ નીકળી છે.યશસ્વીની આ સફળતા ભારતીય ટેસ્ટ ટીમ માટે સારા સંકેત સમાન છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર બનાવ્યો હોવાથી હવે ભારતીય બેટ્સમેનો પર જવાબદારી વધી ગઈ છે. આવી સ્થિતિમાં યશસ્વી પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

નિકોલ્સ અને ફિલિપ્સની સદીએ ન્યૂઝીલેન્ડને સંભાળ્યું

ભારતીય ટીમની બેટિંગ પહેલાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 368 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર 70 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી. જોકે, ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરીને ભારતીય બોલરોની મુશ્કેલી વધારી હતી.હેનરી નિકોલ્સે 335 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં 21 ચોગ્ગા સામેલ હતા. બીજી તરફ ગ્લેન ફિલિપ્સે 216 બોલમાં 118 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 216 રનની ભાગીદારી થઈ હતી.ફિલિપ્સે આ સદી સાથે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. તેઓ એક જ કેલેન્ડર વર્ષમાં ભારત સામે ટેસ્ટ, વનડે અને T20 આંતરરાષ્ટ્રીય એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા છે.હવે ભારતીય ટીમની નજર ન્યૂઝીલેન્ડના 368 રનના સ્કોરને પાર કરીને મજબૂત સ્થિતિ બનાવવાની રહેશે.

આ પણ વાંચો- Akash deepની જીદ કે મોટી ભૂલ? મેદાન પર જ ગિલનો પારો ચડ્યો!