ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 85 રનથી જીતીને ઈતિહાસ રચ્યો. હરારેમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેએ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું, જેની સામે બાંગ્લાદેશની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 140 રન બનાવ્યા, જેના જવાબમાં યજમાન ટીમે 410 રન બનાવ્યા અને 270 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી. જ્યારે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં આ ઝિમ્બાબ્વેની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.
ઝિમ્બાબ્વેનું શાનદાર પ્રદર્શન
આ દરમિયાન ઝિમ્બાબ્વેએ 25 વર્ષથી વધુ સમયમાં પહેલી વાર સતત 2 ટેસ્ટ મેચ એક ઈનિંગથી જીતી છે. ઓક્ટોબર 2025માં અફઘાનિસ્તાન સામે રમાયેલી તેની છેલ્લી ટેસ્ટ મેચમાં ટીમે એક ઈનિંગ અને 73 રનથી શાનદાર જીત મેળવી હતી. આ પછી તેને બાંગ્લાદેશને હરાવીને સતત બીજી ટેસ્ટ જીત મેળવી છે.
https://twitter.com/ZimCricketv/status/2071921301770416526
આ પહેલા ઝિમ્બાબ્વેએ એપ્રિલ 2001માં સતત 2 ટેસ્ટ મેચ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે તેને 2 મેચની ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. તેના સમગ્ર ટેસ્ટ ઈતિહાસમાં આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે ઝિમ્બાબ્વેએ સતત 2 ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલા 1998માં તેમને ભારત અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને સતત ટેસ્ટ મેચમાં હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ઝિમ્બાબ્વેની જીતમાં બોલર્સે મુખ્ય ભૂમિકા ભજવી
આ જીતમાં ઝિમ્બાબ્વેના બોલરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રથમ ઈનિંગમાં ન્યુમેન ન્યામહુરીએ 4 વિકેટ અને બીજી ઈનિંગમાં બ્લેસિંગ મુઝરબાનીએ 4 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી બંને ઈનિંગમાં ફક્ત મોમિનુલ હકે અડધી સદી ફટકારી હતી. પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશના 9 બેટ્સમેન 2 આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. બીજી ઈનિંગમાં મુશફિકુર રહીમે ટીમ તરફથી સૌથી વધુ 34 રન બનાવ્યા હતા.
આ દરમિયાન ઈનોસન્ટ કૈયાએ 140 રન, વેસ્લી માધિવાયરે 77 રન, ક્રેગ એર્વિન 60 રન અને બ્રાયન બેનેટ 59 રન બનાવ્યા હતા. ઈનોસન્ટ કૈયાને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા