હરારેમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વે વિજય તરફ આગળ વધી રહ્યું છે.બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવી દીધી છે અને હજુ પણ ઝિમ્બાબ્વેથી 230 રન પાછળ છે.ઝિમ્બાબ્વેની મજબૂત સ્થિતિ ઓપનિંગ બેટ્સમેન ઇનોસન્ટ કૈયાને આભારી છે.જેમણે પ્રથમ ઇનિંગમાં 227 બોલમાં 140 રન બનાવ્યા હતા.33 વર્ષીય બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી હતી.જેના કારણે ઝિમ્બાબ્વે 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.જવાબમાં બાંગ્લાદેશનો પહેલો ઇનિંગ ફક્ત 140 રનમાં જ સમેટાઈ ગયો હતો.અને બીજા ઇનિંગમાં,ફોલોઓન થતાં.તેઓએ 40 રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.


ઇનોસન્ટ કૈયાની મહાન સિદ્ધિ

ઝિમ્બાબ્વે આ મેચમાં મજબૂત સ્થિતિમાં છે, પરંતુ હવે ચાલો તમને તેમના ઓપનર ઇનોસન્ટ કૈયા વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ખેલાડીએ તેની છેલ્લી 11 ઇનિંગમાં 7 સદી ફટકારી છે. 19 ફેબ્રુઆરી, 2026 થી, આ ખેલાડીએ 110.55 ની સરેરાશથી 995 રન બનાવ્યા છે. છેલ્લી 11મેચમાં તે ફક્ત બે વાર 30થી ઓછા રન બનાવીને આઉટ થયો છે.

ઇનોસન્ટ કૈયાની છેલ્લી 11ઇનિંગ્સ

તેની છેલ્લી 11 ઇનિંગ્સમાં ઇનોસન્ટ કૈયાએ બાંગ્લાદેશ સામે 140રન, બાંગ્લાદેશ ઇમર્જિંગ સામે 103રન માઉન્ટેનિયર્સ સામે 112રન, માશોનાલેન્ડ ઇગલ્સ સામે 100રન માઉન્ટેનિયર્સ સામે 176રન, મિડ વેસ્ટ રાઇનોઝ સામે 103રન અને મેટાબેલેલેન્ડ ટસ્કર્સ સામે અણનમ 104રન બનાવ્યા છે.

ઇનોસન્ટ કૈયાની કારકિર્દી

ઇનોસન્ટ કૈયાની કારકિર્દી લાંબી નથી. તેણે 30 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને સારું પ્રદર્શન કર્યું છે. તેણે ત્રણ ટેસ્ટ મેચમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે. વનડેમાં, તેણે25ની સરેરાશથી 450રન બનાવ્યા છે. ટી20માં, તે 19 મેચમાં ફક્ત 290 રન બનાવી શક્યો છે. તેના નામે પ્રોફેશનલ ક્રિકેટમાં કુલ 11સદી છે.

આ પણ વાંચો - IPL પ્લેયર શશાંક સિંહ સામે ભોપાલમાં પોલીસ ફરિયાદ, રસોઈયા સાથે મારપીટ મામલે તપાસ શરૂ



  • Follow us on: