નામચીન ગેંગસ્ટર સલમાન ત્યાગીએ મંડોલી જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાના સમાચાર મળ્યા છે. સલમાનનો મૃતદેહ તેની જ બેરેકમાં ચાદરથી લટકેલો મળ્યો છે.
લોરેન્સ બિશ્નોઇ જેવા ગેંગસ્ટરો સાથે સંબંધ
સલમાન ત્યાગી પશ્ચિમી દિલ્હીનો નામચીન ગેંગસ્ટર હતો. તેના નીરજ બવાનાથી માંડીને લોરેન્સ બિશ્નોઇ જેવા ગેંગસ્ટરો સાથે સંબંધ હતા અને તેમના માટે તેણે ઘણા ગુના પણ આચર્યા હતા
આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા
મળેલી માહિતી મુજબ આ ઘટના દિલ્લીની જેલ નંબર 15માં બની છે જ્યાં તેની લાશ એક ચાદરના ફંદા સાથે લટકાયેલી હાલતમાં મળી આવી છે. સલમાન ત્યાગીએ ખરેખર આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઇ છે તે વિશે અનેક સવાલો ઉભા થયા છે.. પોલીસે હાલ તો આ મામલે તપાસ શરુ કરી છે.
ત્યાગી ખૂંખાર ગેંગસ્ટર
સલમાન ત્યાગી ખૂંખાર ગેંગસ્ટર હતો અને તેની સામે હત્યા, લૂંટ ,ખંડણી સહિતના ઘણા ગંભીર ગુના નોંધાયેલા હતા તથા તેની પર મહારાષ્ટ્રનો કાયદો મકોકા હેઠળ પર પણ કેસ થયેલો હતો.
જેલમાં રહીને પશ્ચિમી દિલ્હીના 2 વેપારીઓ પર 50 લાખની ખંડણી માગીને ફાયરિંગ કરાવ્યું
એક સમયે સલમાન ત્યાગી ગેંગસ્ટર નીરજ બવાના માટે કામ કરતો હતો અને ત્યાર બાદ લોરેન્સ બિશ્નોઇનો ખાસ માણસ બની ગયો હતો. સલમાને ગયા વર્ષે જેલમાં રહીને પશ્ચિમી દિલ્હીના 2 વેપારીઓ પર 50 લાખની ખંડણી માગીને ફાયરિંગ કરાવ્યું હતું. લોરેન્સ ગેંગમાં એન્ટ્રી કરવા તેણે આ કારનામો કર્યો હતો
લોરેન્સ ગેંગમાં સામેલ થવાનો નિર્ણય
આ ઘટના બાદ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે દિપાંશુ અને મોઇનુદ્દીન નામના 2 શાર્પશૂટરને પકડ્યા હતા. તેમણ સલમાનના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. સલમાન દિલ્હીના નામચીન ગેંગસ્ટર નીરજ બવાનાની ગેંગમાં હતો પણ જ્યારે તેને લાગ્યું કે લોરેન્સ બિશ્નોઇનો દબદબો વધી રહ્યો છે જેથી તેણે લોરેન્સ ગેંગમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો. તેણે લોરેન્સ અને કાલા જઠેડીને ખુશ કરવા માટે આ ફાયરિંગ કરાવ્યું હતું













