સંસ્કારી ગણાતી વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિસ્તારમાં આવેલા 'પ્રકૃતિ ફ્લેટ'માં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ફ્લેટમાં ગુપ્ત રીતે ચાલી રહેલું ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટર ઝડપી પાડીને પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

'Stripchat' એપ દ્વારા ઓનલાઈન ચલાવવામાં આવતો હતો ધંધો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ન્યૂડ કોલ સેન્ટર ચલાવવા માટે 'Stripchat' નામની ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓ બહારથી યુવતીઓને ફ્લેટ પર બોલાવતા હતા અને તેમની પાસે વિદેશી તથા સ્થાનિક ગ્રાહકો સાથે ઓનલાઈન ન્યૂડ કોલ કરાવતા હતા. આ કાળો કારોબાર લાંબા સમયથી ફ્લેટના બંધ દરવાજા પાછળ ધમધમી રહ્યો હતો.

મુખ્ય આરોપી મનીષ પઢિયારની ધરપકડ, ઈલેક્ટ્રોનિક મુદ્દામાલ જપ્ત

માંજલપુર પોલીસે આ કૌભાંડમાં સામેલ મુખ્ય આરોપી મનીષ પઢિયારની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પોલીસને રેડ દરમિયાન કોલ સેન્ટર ચલાવવા માટે વપરાતા આધુનિક ઉપકરણો મળી આવ્યા હતા, જેમાં 3 લેપટોપ, 2 હાઈ-ક્વોલિટી કેમેરા અને મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ સાધનો કબ્જે કરવામાં આવ્યા છે.

Vadodara News: Police Busts Nude Calling Center in Manjalpur, 1 Arrested

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ

માંજલપુર પોલીસે આરોપી મનીષ પઢિયાર વિરુદ્ધ આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે, યુવતીઓને કેવી રીતે લલચાવીને લાવવામાં આવતી હતી, અને આ ગેરકાયદે ધંધામાંથી અત્યાર સુધી કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે, તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Vadodara : ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ ઈલાજ ન કરાવતાં યુવકને હડકવા ઉપડ્યો, પોતાને જ બચકા ભર્યા