વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા ન્યુ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરી કોઇ સામાન્ય ગુનેગારોએ નહીં, પરંતુ જાણે કોઇ કોર્પોરેટ ઓફિસના કર્મચારીઓ હોય તેવા વેશમાં આવેલા જેન્ટલમેન તસ્કરોએ કરી છે.
શહેરના જાણીતા ઉદ્યોગપતિના ઘરે થઇ ચોરી
મળતી માહિતી પ્રમાણે શહેરના જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઇ પટેલ પોતાના પરિવાર સાથે ઉદયપુર પ્રવાસે ગયા હતા. ઘર બંધ હોવાની જાણ તસ્કરોને પહેલેથી જ હોય તેમ જણાઇ રહ્યુ છે. તસ્કરોએ ચોરી કરવા માટે જે રીત અપનાવી તે જોઇને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર કોઇ રીઢા ગુનેગાર જેવા ગંદા કે ફાટેલા કપડામાં નહીં, પરંતુ એકદમ ઇસ્ત્રી ટાઇટ ફોર્મલ કપડાં પહેરીને આવ્યા હતા.













