ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે બાતમીના આધારે અણસોલ ચેકપોસ્ટ પાસે સર્ચ ઓપરેશન હાથ ધરીને એક ટ્રકના ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે.


ગુપ્તખાનામાં છુપાવ્યો હતો દારૂનો જથ્થો

શામળાજી પોલીસની ટીમ જ્યારે અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં આવતી એક ટાટા કંપનીની બંધ બોડીની ટ્રકને રોકવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ખાલી જણાતી હતી, પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ટ્રકની અંદર બનાવેલા એક અત્યંત સુરક્ષિત અને ગુપ્તખાનાનો પર્દાફાશ થયો હતો. આ ખાનાની અંદરથી વિદેશી દારૂની કુલ 93 પેટીઓ એટલે કે 4176 નંગ બોટલ મળી આવી હતી.

22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ હેરાફેરીમાં સંડોવાયેલા ટ્રક ચાલક દિનેશભાઈ મોહનભાઈ મારવાડીની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો જયપુરના નાથજી નામના શખ્સે ભરી આપ્યો હતો, જેને પોલીસે અત્યારે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ શામળાજી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે કે આ દારૂ ગુજરાતમાં કયા શહેરમાં પહોંચાડવાનો હતો.


આ પણ વાંચો - Uttarayan 2026 : રાજ્યમાં પતંગની દોરી બની જીવલેણ, જંબુસરના પીલુદરામાં એકનું મોત, અરવલ્લીના ચોઇલામાં સગીરનું મોત


  • Follow us on: