સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ૧૧૧૯૧૦૪૦૨૬૦૫૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૩૩૧(૮), ૩૧૧ મુજબના ફરીયાદી હિતેન્દ્રભાઈ સ/ઓ રસિકભાઈ જાતે-બજરંગે ઉ.વ. ૪૧, ધંધો-વકીલાત રહે-બી/૩૫, શીયાપીયા રેસ્ટોરેન્ટ ની બાજુમાં, બી વોર્ડ, કુબેરનગર, છારાનગરે ફરિયાદ નોંધાવી હતી.
હત્યા કરી સોનાની લૂંટ કરી હતી
તા.૦૩/૦૩/૨૦૨૬ ના કલાક ૨૩/૩૦ થી તારીખ-૦૪/૦૩/૨૦૨૬ ના કલાક ૦૩/૪૫ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ મરણજનાર નામે ભારતીબેન રસીકભાઇ બજરંગે ઉ.વ.૬૫ રહે- શંકર ભગવાનના મંદીર પાસે, ફ્રિ કોલોની, છારાનગર, કુબેરનગર, અમદાવાદ શહેર નાઓના મકાનમાં પ્રવેશ કરી લુંટ કરવાના ઈરાદે મરણજનારના હાથ પગ બાંધી મોત નિપજાવી મરણ જનારનાએ પહેરેલ સોનાની ચેઇન તથા કાનની બુટ્ટી આશરે દોઢ તોલા વજનની કિ.રૂ.૧,૫૦,૦૦૦/ તથા રોકડ રકમ રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૫૦,૦૦૦/- ની લુંટ કરી ભાગી જઇ ગુનો કરેલ હોય જે અંગેની ફરીયાદીની ફરીયાદ આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી
સદર ગુનાના કામે ગુનાવાળી જગ્યાની આસપાસના સી.સી.ટી.વી.ફુટેજ તથા શંકમદના મોબાઈલ નંબરની માહિતીનુ એનાલિલીસ કરતાં આરોપીઓ મુળ ઉત્તરપ્રદેશના હોવાનું માલુમ પડેલ જેથી તાત્કાલીક બે અલગ અલગ ટીમને ઉત્તરપ્રદેશ ખાતે મોકલી આપેલ જે બાદ આરોપીઓના મોબાઈલ એનાલીસીસ આધારે તથા હ્યુમન રિસોરસીસ આધારે આરોપીઓનો મુવમેન્ટ વિસ્તાર નક્કી કરીને તારીખ-૦૮/૦૩/૨૦૨૬ નારોજ ઉત્તરપ્રદેશના રાજયના ઇટા જીલ્લાના જલેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી નં-૧ સલમાન ઉર્ફે લલ્લા S/O નન્ને છીદ્દા જાતે અલ્વીસૈયદ ઉ.વ.૨૬ રહે. નપીનો કંપનીનીમાં, ભીવાડી, રાજસ્થાન મુળ વતન ગલી નંબર-૦૫, જીન કી મંડી, ગરીબનગર, થાના છત્તા, આગ્રા, ઉત્તરપ્રદેશ તથા સોતરા જીલ્લા રસુલાબાદ યુ.પી. નાઓને રાઉન્ડ અપ કરીને અત્રેના સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી સદર ગુનાના કામે તા.૧૧/૦૩/૨૦૨૬ ના કલાક ૦૩/00 અરેસ્ટ કરેલ છે.
આરોપીઓના નામ સરનામા
01- સલમાન ઉર્ફે લલ્લા S/O નન્ને છીદ્દા જાતે અલ્વીસૈયદ ઉ.વ.૨૬ રહે. નપીનો કંપનીનીમાં, ભીવાડી, રાજસ્થાન મુળ વતન ગલી નંબર-૦૫, જીન કી મંડી, ગરીબનગર, થાના છત્તા, આગ્રા, ઉત્તરપ્રદેશ તથા સોતરા જીલ્લા રસુલાબાદ યુ.પી.
02- સોનુસીંગ સ/ઓ આતીશસીંગ જાતે સીકરવાર ઉ.વ.૨૦ હાલ રહે. વિમલની ચાલી, ફ્રી કોલોની, છારાનગર, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેર મુળ વતન ગામ કોબારા કલાન થાના ડોકી જિ.ફતેહાબાદ આગ્રા ઉત્તરપ્રદેશ
આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
આરોપીનં-૦૧ નો ગુનાહીત ઈતિહાસ (૧) ઈત્માદદૌલા પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 0656/2017 ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭ મુજબ (૨) ઈત્માદદૌલા પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 0662/2017 ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૧૧ મુજબ (૩) ઈત્માદદૌલા પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 0673/2017 ઇ.પી.કો. કલમ ૩૦૭ મુજબ (૪) ઈત્માદદૌલા પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 674/2017 આર્મસ એકટ કલમ ૨૫, ૩ મુજબ (૫) કોતવાલી પોલીસ સ્ટેશન, આગ્રા ના ગુ.ર.નં 0064/2019 ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭ મુજબ
આ પણ વાંચો : Railway News : ભાવનગર રેલવે મંડળમાં હોટ એક્સલ બોક્સ ડિટેક્ટર લગાવાયું, સંભવિત ટેકનિકલ ખામીનો સમયસર ઉકેલ મળી શકશે