આ અંતર્ગત હોટ એક્સલ બોક્સ ડિટેક્ટર (HABD) પ્રણાલીનું સ્થાપન અને સફળ કમિશનિંગ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સુરક્ષા પ્રણાલી મંડળના મોટાસુરખા, આદ્રી રોડ, સારંગપુર રોડ પર સ્થાપિત કરવામાં આવી છે.


જરૂરી કાર્યવાહી કરીને અકસ્માતની શક્યતાઓને ટાળી શકાય છે

હોટ એક્સલ બોક્સ ડિટેક્ટર (HABD) એક અદ્યતન ઇલેક્ટ્રોનિક સુરક્ષા પ્રણાલી છે, જે ટ્રેનના સંચાલન દરમિયાન દરેક કોચ અને વેગનના એક્સલ બોક્સના તાપમાનની સતત દેખરેખ રાખે છે. જો કોઈ એક્સલ બોક્સનું તાપમાન નિર્ધારિત મર્યાદાથી વધુ થઈ જાય તો આ પ્રણાલી તરત જ એલર્ટ આપે છે. જેના દ્વારા સંભવિત ટેકનિકલ ખામીનો સમયસર પતો લાગી શકે છે અને જરૂરી કાર્યવાહી કરીને અકસ્માતની શક્યતાઓને ટાળી શકાય છે.

આ બોકસ આ રીતે કરશે કામ

* દોડતી ટ્રેનોની રિયલ-ટાઈમ મોનીટરીંગ શક્ય બને છે.

* હોટ એક્સલની શરૂઆતની સ્થિતિમાં જ ઓળખ કરી શકાય છે.

* ટ્રેન સંચાલનની સુરક્ષા અને વિશ્વસનીયતામાં વધારો થાય છે.

* મુસાફરોની મુસાફરીને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવી શકાય છે.

યાંત્રિક વિભાગ દ્વારા આ પ્રોજેક્ટનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તથા વરિષ્ઠ મંડળ યાંત્રિક ઈજનેર સંતોષ કુમાર મિશ્રાના દેખરેખમાં ભાવનગર મંડળના યાંત્રિક વિભાગ દ્વારા આ પ્રોજેક્ટનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સુરક્ષા પ્રણાલી સ્થાપિત થવાથી મંડળમાં ટ્રેન સંચાલનની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે. ભાવનગર મંડળ સતત આધુનિક ટેકનોલોજી અપનાવીને રેલ સંચાલનને વધુ સુરક્ષિત, કાર્યક્ષમ અને મુસાફર-હિતૈષી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. HABD પ્રણાલીનું સ્થાપન આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે સંભવિત ટેકનિકલ જોખમોની સમયસર ઓળખ કરી રેલ સંચાલનને વધુ સુરક્ષિત બનાવશે.


આ પણ વાંચો : Gir Somnath News : ગીર સોમનાથમાં ખેરના લાકડા ઝડપાયા, ભાવેશ ભીલની વન વિભાગે કરી અટકાયત


  • Follow us on: