બે ગઠિયા કારનો કાચ તોડી 2 લાખની ચોરી કરી ફરાર થયા છે, માત્ર થોડીક જ સેકન્ડમાં આ ચોરી થઈ હોવાની વાત છે અને સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે, પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લોકોની અવરજવર વચ્ચે કાચ તોડી પૈસા લઈને ચોર થયા ફરાર અને બંને ચોર હેલ્મેટ પહેરીને આવ્યા હતા.
લોકોની અવર-જવર વચ્ચે કાચ તોડી નાખ્યો
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સની બહાર પાર્કિંગમાં પડેલી કારનો કાચ તોડીને ચોરી થવાની ઘટના બની છે અને બે શખ્સો ચોરી કરીને ફરાર થાય છે, લોકોની અવર-જવર અને જાહેર રોડ પર ચોરી થતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી છે, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને ફરિયાદીએ પણ રૂપિયા ગયા છે જેને લઈ ફરિયાદ નોંધાવી છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ વધ્યું છે.













