અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે અને અરબાઝ નામના આરોપીએ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, ફરિયાદી અહેમદ પઠાણને પગે ગોળી વાગી અને વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફાયરિંગનો બનાવ
રાત્રે 2 વાગ્યે આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે અને ચાની કિટલી પર બેસવા બાબતે થઈ હતી તકરાર અને અરબાઝ નામના આરોપીએ પિસ્તોલ વડે કર્યુ ફાયરિંગ, ફરિયાદી અહેમદ પઠાણને પગે ગોળી વાગી છે અને તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયો છે, વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ તેના પરિવાર સાથે રહે છે. તેઓની તેમના વિસ્તારમાં ચાની કીટલી આવેલી છે.
ફરિયાદી ચાની કિટલી ધરાવે છે
તો ફરિયાદીને જુહાપુરા વિસ્તારમાં ચાની કિટલી છે અને ચા પીવા માટે અનેક લોકો આવતા હોય છે ત્યારે ફરિયાદીની કિટલી પાસે આવીને પહેલા ગાળો બોલે છે અને ત્યારબાદ ફાયરિંગ કરે છે અને ફૈઝાન કયાં છે તેને મારી નાખવાનો છે તેમ કહી ધમકી આપી હતી અને ફાયરિંગ કર્યુ હતુ જેના કારણે ફરિયાદીને જમણા પગે ગોળી વાગી હતી અને આ મામલે વેજલપુર પોલીસને જાણ થતા પોલીસનો ખાપલો વેજલપુર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, જે પિસ્તલ વડે ફાયરિંગ કર્યુ તેનું લાયસન્સ છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.









