અમદાવાદના રામોલમાં નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવનાર વધુ 3 આરોપીની ધરપકડ કરાઈ છે, ઝડપાયેલ આરોપીઓ નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા અને હોટલમાં બોલાવી ટ્રેપ કરતી ગેંગને પોલીસે ઝડપ્યા છે, રામોલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આરોપીઓએ બળજબરીથી રૂપિયા પડાવી લીધા હતા

વલસાડનાઓને પકડી મેસેજ કરનાર તથા આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ સાથે મળી માણસોને હની ટ્રેપમાં ફસાવવા ગુનાહીત કાવતરૂ રચી મોટી રકમ પડાવવાનુ કામ કરતા હોય અને તેઓએ મહીલા આરોપીઓ દ્વારા ફરીયાદીને રામોલ વસ્ત્રાલ ન્યુ મણીનગર કર્ણાવતી એન્કલેવ મ.નં.જી/૫૦૧ ખાતે રૂબરૂ બોલાવી આરોપીઓ નકલી પોલીસ બની આવી ફરીયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપીયા વિસ લાખની માંગણી કરી ફરીયાદીને બે ત્રણ લાફા મારી ફરીયાદી પાસેથી બળજબરીથી પૈસા પડાવી લીધા હતા.

પકડાયેલ આરોપી ઉપેશ ઉર્ફે કાનો શાંતિભાઈ સરવૈયાનો ગુનાહીત ઈતિહાસ

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૩૨૪૦૫૫૨/૨૪ BNS કલમ ૩૦૮(૨).૨૦૪ ૧૧૫(૧).૩૫૨,૬૧(૨) મુજબ

પકડાયેલ આરોપી હીતેન ઉર્ફે બબુ મુકેશભાઈ ચૌહાણનો ગુનાહીત ઈતિહાસ:

જામનગર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૫૦૫૧૪/૨૫ BNS ૩૦૮(૫) ૩૫૧(૪) ૩૫૨,૫૪ મુજબ


આ પણ વાંચો : Junagadh News : કેશોદમાં કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત, ગિરનારથી સોમનાથ જતા સર્જાયો અકસ્માત



  • Follow us on: