જૂનાગઢના કેશોદમાં કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી અને અકસ્માતમાં 8થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે, ​મહારાષ્ટ્રના યાત્રિકો હતા કારમાં સવાર અને કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, કારમાંથી નીચે પટકાતા 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


ગિરનારથી સોમનાથ જતા સર્જાયો અકસ્માત

​કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે અને કેશોદના સોંદરડા બાયપાસ પાસે આ અકસ્માત થતા પોલીસ અને સ્થાનિકો પણ મદદે પહોંચ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પોલીસે તપાસની શરૂઆત કરી હતી, કારમાં સવાર મહિલાઓને બહુ ઈજા પહોંચી નથી, અને કારના ચાલકને વધુ ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.

કેશોદના સોંદરડા બાયપાસ પાસે અકસ્માત

​કાર અને ટુ વ્હીલર સામસામે અથડાતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ​આઠથી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે અને ​મહારાષ્ટ્રના યાત્રિકો હતા કારમાં સવાર અને ગિરનારથી સોમનાથ જતા હતા દર્શન માટે ત્યારે અકસ્માત થયો હતો, કાર ચાલકના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.


આ પણ વાંચો : Botad News : બોટાદમાં નવા વાહનોના સિલ્વર ગોલ્ડન પસંદગીના નંબરો ઓનલાઈન એપ્લીકેશન ઈ ઓક્શનથી ફાળવવામાં આવશે


  • Follow us on: