દિવસેને દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે લોકો કામ ધંધાને સાઈડમાં મુકી આસાનીથી પૈસો કમાવવા ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે જુનાગઢનું નાનું એવું ગામ ડુંગરપુર કે જ્યાં એક જ ગામમાં ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાંથી સોનાના દાગીના રોકડ સહિત એક લાખથી વધુની ત્રણ મકાનની અંદર ચોરી થઈ હતી.


જુદા જુદા ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા

ગત ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં જુદા જુદા ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં ડિસેમ્બર માસમાં બે અને જાન્યુઆરીમાં એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, ડુંગરપુરમાં રહેતા કલ્પેશભાઈ પરમારના દીકરાને તાવ આવતો હોવાથી જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયેલ હતા અને પરત ઘરે આવતા ઘરમાંથી સોનાની વીટી નંગ ૧ વજન આશરે ૪ ગ્રામ કી.રૂ.૫૦૦૦ તથા સોનાનો પેદલ સેટ નંગ ૧ વજન આશરે ૨ તોલા કી.રૂ.૪૦૦૦૦/- તથા સોનાનુ મંગલ સુત્ર નંગ ૧ વજન આશરે ૧ તોલા કી.રૂ.૨૦૦૦૦/- તથા સોનાની બુટી જોડી ૧ વજન આશરે ૫ ગ્રામ કી.રૂ.૧૦૦૦૦/- તથા સોનાના પાટલા જોડી ૧ વજન આશરે ૩ ગ્રામ કી.રૂ.૫૦૦૦/- તથા કાનમા પહેરવાના સોના ના જુલા જોડી ૧ વજન આશરે ૨ ગ્રામ કી.રૂ.૩૦૦૦/- તથા સોનાની બાલી નંગ ૧ વજન આશરે ર ગ્રામ કી.રૂ.૩૦૦૦/- તથા ચાંદીના સાંકળા જોડી નંગ ૨ વજન આશરે ૪ તોલા કી.રૂ.૧૦૦૦૦/- તથા ચાંદીની લકકી નંગ ૧ કી.રૂ.૨૦૦૦/- તથા ચાંદીના કંગન જોડી ૧ કી.રૂ.૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૦૩,૦૦૦/- ના દાગીનાની ચોરી કર્યાની ઘટના સામે આવી હતી. ઘટનાના પગલે પોલીસે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી હતી.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી

જુદી જુદી ત્રણ ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ ના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગામના જ કેટલાક શખ્સો શંકાસ્પદ લાગતા તેમને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો.પોલીસે ડુંગરપુર ગામના જ મહેબૂબ ઉર્ફે મેબલો ઝાકીરશા શાહમદાર, રોહિત ઉર્ફે કાલી સરવૈયા, જેબુનબેન ઝાકીરશા શાહમદાર, ઇમરાન ઉર્ફે ફેઝાન સીડા, લતીફ કરીમભાઈ બ્લોચ અને દોલતપરાના કાના નાથાભાઈ બોરખતરીયાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ 1. 3 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. સાથે જ આ ગેંગે એક જ મહિનામાં ત્રણ ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે.


આ પણ વાંચો : Gandhinagar News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી વાત, કહ્યું, લગ્ન બાદ ઘરે પધારેલી 'વહુ'ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપો



  • Follow us on: