અમદાવાદમાં કોર્પોરેશનના ખાડાએ લીધો યુવતીનો ભોગ અને નરોડામાં અરવિંદ મિલ પાસે આઈસર ટ્રકે યુવતીને કચડી નાખી છે, પંજાબથી દર્શન માટે આવેલી 28 વર્ષીય યુવતીનું મોત થયું છે અને રસ્તા પર મોટા ખાડાથી ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો છે, યુવતીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કોર્પોરેશને ખોદેલા ખાડાએ અમદાવાદ ફરવા આવેલ પંજાબની યુવતીનો જીવ લીધો
કોર્પોરેશનના ખાડાના કારણે આઈસર ચાલકે કાબુ ગુમાવતા યુવતીનું મોત થયું છે, અમદાવાદના નરોડા રોડ વિસ્તારમાં આવેલી અરવિંદ મિલના ગેટ સામે એક આયસર ટ્રકની અડફેટે 28 વર્ષની પંજાબથી દર્શનાર્થે આવેલી મહિલાનું ટક્કર વાગવાથી મૃત્યુની ઘટના બની જવા પામી હતી, સમગ્ર ઘટનાની વાત કરીએ તો આઈસર ટ્રક નરોડા તરફથી આવી રહી હતી.
