અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના ગામ-ધામતવાણ ગ્રામ પંચાયતના વર્ષ-૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં પંચાયતના સ્વભંડોળની આવક માંથી (૧) માટી પુરાણ હેડે થયેલ ખર્ચ (૨) પાણી પુરવઠા/વાટા હેડે થયેલ ખર્ચ (૩) ઉત્સવ ઉજવણી હેડે થયેલ ખર્ચ (૪) પગાર હેડે થયેલ ખર્ચ માં નાણાંકિય અનિયમિતતા થયેલ હોવાનું જણાયેલ. ઉપરોક્ત કામોમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ખર્ચ બાબતે કોઇ ઠરાવ કે તાંત્રિક મંજુરી લેવામાં આવેલ નહી.
ગ્રામ પંચાયત દ્વારા કોઇ રેકર્ડ નિભાવવામાં આવ્યા નથી
તેમજ આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઇ રેકર્ડ નિભાવવામાં આવેલ નહી, તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓને માસીક પગાર ચુક્વણી તેમના બેંક એકાઉન્ટ માં કરવાની જગ્યાએ તમામનો પગાર ગામના વી.સી.ઇ ના નામે બેરર ચેક થી આકારવામાં આવેલ. આમ, તત્કાલિન સરપંચ રેખાબેન સંજયભાઇ પારેખ તથા તત્કાલિન તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલા નાઓએ એકબીજાનાં મેળાપીપણાંથી પોતાના હોદ્દાની રૂએ મળેલ સત્તાનો દુરૂપયોગ કરી સરકારી નાણાં રૂ.૧,૫૫,૨૩,૪૨૦/- ની ગેરરિતી કરી રકમ પોતાના અંગત ઉપયોગ માં લઇ અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી ગુનો કર્યા બાબત.
