અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 42 જેટલા માથાભારે તત્વોની પૂછપરછ કરી હતી અને 100 જેટલી SUV અને ફેન્સી બાઇક્સનું ચેકિંગ કર્યુ હતુ અને ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન બદલ 54 વાહનો ડિટેઈન કર્યા હતા, ક્રાઇમ બ્રાંચે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 4 કેસ કર્યા અને દારૂ પીધેલા અન્ય 10 શખ્સોની કરાઇ ધરપકડ.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોના 22 સ્થળોએ રેડ પાડી

અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે મેગા ઓપરેશન પાર પાડયુ હતુ અને શંકાસ્પદ 10 લોકો સામે અટકાયતી પગલા લીધા હતા, સરખેજ, રામોલ અને અમરાઈવાડી વિસ્તારમાં આ કાર્યવાહી કરી હતી જેમાં હિસ્ટ્રીશીટર, ગુનાહિત ઈતિહાસ ધરાવનાર આરોપીઓની પણ તપાસ કરી હતી અને ન્યુસન્સ ફેલાવનાર વિરુદ્ધ પણ કરી કાર્યવાહી કરી હતી.

દાણીલીમડામાંથી પિસ્તોલ અને 3 કારતૂસ સાથે ફૈઝાન કુરેશીની ધરપકડ કરાઈ

મદાવાદના દાણીલીમડા ફૈઝલનગર પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ફૈઝાન ઉર્ફે નાનુ કુરેશીને એક પિસ્તોલ અને ૩ જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન એક યુવકને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધો છે. ફૈઝલનગર પાસે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા ફૈઝાન ઉર્ફે નાનુ કુરેશી નામના શખ્સની ઝડતી લેતા તેની પાસેથી ઘાતક હથિયાર મળી આવ્યું હતું.


આ પણ વાંચો : Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ સાળંગપુર મંદિર ખાતે સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનો શુભારંભ કરાવ્યો


  • Follow us on: