અમદાવાદના વસ્ત્રાલમાં ટ્યુશનથી ઘરે જતી વિદ્યાર્થિનીઓને કચરાની વેને અડફેટે લીધી હતી અને અકસ્માત સર્જી ચાલકે બે વિદ્યાર્થિનીઓને 100 ફૂટ સુધી ઢસડી હતી અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, બંન્ને વિદ્યાર્થિનીને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાઈ છે.

અમદાવાદના વસ્ત્રાલમાં બે વિદ્યાર્થીનીનો અકસ્માત થયો

અમદાવાદમાં કોર્પોરેશનની ટીપર વાન વારંવાર અકસ્માત સર્જતી હોય છે, આવો જ એક અકસ્માત અમદાવાદના વસ્ત્રાલમાં થયો હતો જેમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ વિદ્યાર્થીનીઓને હવામાં ફંગોળી હતી અને બે વિદ્યાર્થીની ટ્યુશનથી પરત જઈ રહી હતીતે દરમિયાન આ ઘટના બની છે, પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે અને સીસીટીવીના આધારે આ તપાસ કરાઈ છે, સીસીટીવીમાં પણ દેખાય છે કે, ટીપર વેનના ચાલકે આ અકસ્માત કર્યો છે.

વસ્ત્રાલ પ્રણામી બંગલોઝ પાસેની ઘટના

આ ઘટના વસ્ત્રાલના પ્રણામી બંગ્લોઝ પાસે બની હતી અને ધોરણ 12ની એના મારવાડી અને ધોરણ 7ની હિમાની મારવાડી ઇજા થતા સારવાર હેઠળ છે, અમદાવાદ ટ્રાફિક આઈ ડિવિઝને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આ ઘટનામાં વિધાર્થીઓના માતા-પિતાના પણ પોલીસે નિવેદન લીધા છે.


આ પણ વાંચો : Railway News : અમદાવાદ રેલવે મંડળનું ટિકિટ ચેકિંગ અભિયાન સફળ, ટિકિટ વિનાના મુસાફરો પાસેથી વસૂલ્યો રૂ.25.72 કરોડથી વધુનો દંડ