અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે અને સામાન્ય અદાવત રાખી વિદ્યાર્થીને અન્ય વિધાર્થીને માર માર્યો છે, સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીના પિતાએ ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, હાલ સ્કૂલનો વહિવટ સરકાર હસ્તક છે.


[[$googlead]]

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં આવી છે જેમાં ધોરણ 7ના વિધાર્થીને 3 વિધાર્થીઓએ ભેગા મળીને માર માર્યો છે અને બટન પણ તોડી નાખ્યા છે, ભોગ બનનાર વિધાર્થી મોનીટર હોવાથી તેણે અન્ય વિધાર્થીને લાઈનમાં આવવાનું કહેતા માર માર્યો હોવાની વાત સામે આવી છે, ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં ડીઈઓની એક ટીમ સ્કૂલમાં પહોંચી છે અને તપાસ કરી શરૂ.

અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલનો વહીવટ આખરે રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે

શાળામાં વહીવટી અને સલામતી (સેફ્ટી) સંબંધિત ગંભીર ખામીઓના પગલે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના અંતે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાને વાલીઓએ ઉમળકાભેર વધાવી લીધો છે. વાલીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "સરકારે કરેલા નિર્ણયને અમે આવકારીએ છીએ. અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે યોગ્ય કામગીરી થાય તેવી અપેક્ષા છે."

[[$alsoread]]

સેવન્થ ડે સ્કૂલ જ ગેરકાયદે ધમધમતી હોવાનો ભાંડો ફૂટયો હતો

અત્યાર સુધીમાં ICSE બોર્ડ હોવાથી ડીઈઓ તપાસમાં જઈ શકતાં નહોતા. જોકે તપાસ થતાં સ્કુલમાં મંજુરી વિના જ વર્ગો શરૂ કર્યાનું બહાર આવ્યું છે. એ સિવાય લીઝધારક અને સંચાલક સંસ્થા અલગ-અલગ હોવાથી ભાડાકરારની શરતનો પણ ભંગ કર્યો છે. એ સિવાય AMCએ સ્કુલને માત્ર રૂ.૧૦ હજારના ભાડાપટ્ટે જમીન આપી છે, છતાં FRC સમક્ષ સ્કૂલે ફી મંજુર કરાવવા રૂ.૧.૫૯ કરોડ ભાડું રજૂ કર્યુ હોવાનું સામે આવ્યું છે. શહેરના મણિનગર વિસ્તારની ૧૦ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને ભણાવતી સેવન્થ ડે સ્કૂલ જ ગેરકાયદે ધમધમતી હોવાનો ભાંડો ફૂટયો છે. હાલમાં જે સ્થળ પર સ્કૂલ કાર્યરત છે ત્યાંની કોઈ મંજૂરી જ ન હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો : Valsad News : વલસાડની સરીગામ GIDCમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ, ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા


  • Follow us on: