આ ગેસ લીકેજમાં ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે અને ગેસ લીકેજને પગલે કંપનીના કામદારોમાં અફરાતફરી મચી છે, આસપાસના વિસ્તારમાં આંખમાં બળતરાની ફરિયાદ ઉઠી છે અને ગેસ લીકેજમાં કંપનીના સંચાલક ઘાયલ થયાની ચર્ચા છે, તો પોલીસે પણ સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
વલસાડ જિલ્લાના સરીગામ જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની છે, ગેસ લીકેજની ઘટના બાદ ધડાકો થયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ગેસ લીકેજ થતા આજુબાજુના કંપનીના કામદારો કંપની છોડી ભાગ્યા છે, ઈજાગ્રસ્તોની તબિયત હાલ સુધારા પર છે, અને સમગ્ર ઘટનામાં પોલીસે પણ જાણવાજોગ નોંધી છે, અમુક લોકોની તબિયત એટલી લથડી હતી કે તેઓ કંપનીની બહાર પણ નીકળી શકયા ન હતા.
ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?
ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહી.બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહી.
આ પણ વાંચો : Kutch News : કચ્છના મુન્દ્રામાં કેનાલમાં 2 યુવક ડૂબતા મોત, ભોરારા ગામ નજીક બની ઘટના









