કચ્છના મુન્દ્રામાં કેનાલમાં બે યુવકો ડૂબતા તેમના મોત થયા છે અને ભોરારા ગામ નજીક કેનાલમાં યુવકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે, ફાયર વિભાગને કોલ મળતા ફાયર વિભાગે ઘટના સ્થળેથી મૃતદેહ બહાર કાઢયા છે અને પોલીસને તપાસ સોંપી છે, યુવકો કયાંના છે તેની માહિતી હાલમાં સામે આવી નથી.
ભારે જહેમત બાદ બે યુવકના મૃતદેહ મળ્યા
મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ નજીક નર્મદા કેનાલ બે યુવકો ડૂબ્યા હતા અને તેમના મોત થયા છે, ઘટના પગલે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યું કામગીરી હાથ ધરી હતી અને મોડી રાત્રે કેનાલમાંથી બંને યુવકના મૃતદેહને બહાર કાઢયા હતા, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ ફાયર વિભાગને આ મામલે જાણ કરી હતી, સમગ્ર ઘટનામાં મોડી રાત સુધી રેસ્કયું કામગીરી કરાઈ હતી.













