અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જાહેરમાં તલવારો સાથે આતંક મચાવ્યો હતો જેના કારણે સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી, સ્થાનિકોનો આક્ષેપ છે કે, અસામાજિક તત્વો વારંવાર આતંક મચાવે છે અને લોકોને ડરાવી રહ્યાં હોવાની વાત પણ સામે આવી છે.
ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી
અમદાવાદના ગોમતીપુરમાં છોટાલાલની ચાલી ગેટ નંબર 5 પાસેનો બનાવ છે, જેમાં જાહેરમાં આતંક મચાવતો વીડિયો સામે આવ્યો છે, પોલીસે મેરાજ, અફસર, ફૈઝલ અંસારી સામે ગુનો નોંધ્યો છે, ઇકબાલખન પઠાણે નોંધાવી ફરિયાદ. ઘરની બહાર આવી આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને જેના કારણે લોકોમાં ડર ઉભો થયો હતો.













