બનાસકાંઠાના પાલનપુરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે, પાલનપુર-અમદાવાદ હાઇવે પર બે યુવકો પર હુમલો થયો છે અને 10થી વધુના ટોળાએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતી, જેમાં એક યુવકનું મોત અને અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની વાત સામે આવી છે.


પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું

બનાસકાંઠાના પાલનપુરના અમદવાદ હાઇવે પર હોટલ પાસે યુવકની હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, હોટલના પાર્લર નજીક બે યુવકો પર જીવલેણ હુમલો થતા એક યુવક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર માટે ખસેડાયો છે, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે, ગત રાત્રે અચાનક 10 થી વધુ લોકોના ટોળાંએ બંને યુવક પર હથિયાર વડે હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલો કરી થોડીક જ વારમાં હુમલાખોરો નાસી છૂટ્યા હતા.

પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમો આરોપીઓને પકડવાના કામે લાગી

પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, એલસીબી, એસઓજી અને પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમો આરોપીઓને પકડવાના કામે લાગી છે,રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, મોડી રાત્રે ચાલતા પાન પાર્લરો ઉપર ગુનાખોરીનો ગ્રાફ વધ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.


આ પણ વાંચો : Kutch News : Rajkot News : રાજકોટમાં વિદ્યાર્થીના મોતને લઇ DEO દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ, સાસણગીરમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મોત થયું હતું


 

  • Follow us on: