અમદાવાદના બોપલમાં બિલ્ડરે 12 કરોડનું બલૂન ઉડાવ્યું છે, અને છેતરપિંડી કરી રૂપિયા લઈ ફરાર થયો છે, તો ઘટનાની જાણ થતા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ મામલે બોપલ પોલીસે બિલ્ડરની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, બિલ્ડીંગ સ્કીમ મૂકી રોકાણકારો સાથે ઠગાઈ કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


[[$googlead]]

બિલ્ડરે આચરી લોકો સાથે છેતરપિંડી

બોપલના શેલામાં અક્ષર અનંત નામની સ્કીમના નામે બિલ્ડરે ઠગાઈ કરી હોવાની વાત સામે આવી છે અને 12.46 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, 46 જેટલા રોકાણકારો પાસેથી પડાવ્યા રુપિયા અને જયારે રોકાણકારોને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે તેમના પર જમીન પરથી સરકી ગયા હતા, બોપલ પોલીસે અલગ-અલગ રોકાણકારોના નિવેદન પણ લીધા છે, પણ રૂપિયા પાછા આવશે કે નહી તેની કોઈ ખાતરી બિલ્ડરે આપી નથી.

ભોગ બનનાર 46 અને છેતરપિંડીનો આંકડો 12.46 કરોડ

લોકો પાસેથી રૂપિયા પચાવી જમીન અન્યને વેચી હતી અને પોલીસે રોનક સોનાણી, યોગેશ ઠક્કર, વિપુલ ગાંગાણીની ધરપકડ કરી છે, આ કેસમાં અગાઉ પૌરવ પટેલની ધરપકડ કરી છે અને છેતરપિંડીમાં ફરાર અન્ય 3ની શોધખોળ હાથ ધરી છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Ahmedabad News : GLS યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ



  • Follow us on: