સાક્ષીઓએ કોર્ટમાં જુબાની આપી છે કે, સરખેજ તરફથી પૂરઝડપે જેગુઆર કાર આવી અને જેગુઆર કારએ અકસ્માત સર્જ્યો જેમાં ઘટનાસ્થળે હાજર લોકોએ ગાડીમાંથી ડ્રાઈવરને બહાર કાઢ્યો અને ડ્રાઇવરે તેનું નામ તથ્ય બતાવ્યું હતું, અસ્કમાત બાદ રસ્તા પર લોહીલુહાણ પડ્યા હતા લોકો અને ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના થયા હતા કમકમાટી ભર્યા મોત થયા હતા.
સંબંધિત કાર્યવાહીમાં સાક્ષીઓએ આપી મહત્વપૂર્ણ જુબાની
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની સુનાવણીમાં વધુ એક સાક્ષીની જુબાની લેવાઈ હતી. સાક્ષીએ કોર્ટ સમક્ષ આરોપી તથ્ય પટેલને ઓળખી બતાવ્યો હતો. સાક્ષીએ કોર્ટમાં કહ્યું હતું કે, અકસ્માત બાદ તથ્યને અફસોસ જ ના હોય તેવું વર્તન કર્યું હતું. તથ્યના પિતાએ પણ ઘટના સ્થળે દોડી આવીને દાદાગીરી કરી હતી. તથ્યની જેગુઆર ગાડી બ્રેક માર્યા સિવાય જ લોકો પર ચઢી ગઈ હતી. આ કેસમાં કોર્ટમાં વધુ એક આરોપીએ તથ્યની ઓળખ કરી હતી.
