સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટમાં આવે છે સારવાર લેવા અને દર્દીઓનું કહેવું છે કે, આંખના ઓપરેશન સિવિલમાં 5 હજારમાં થાય છે અને સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવે છે સારવારનો લાભ લેવા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા જવું ભૂતકાળ બનશે.
રાજ્ય સરકારે બજેટમાં સિવિલ હોસ્પિટલને 90 કરોડ ફાળવ્યા
ગુજરાત વિધાનસભાની અંદર આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોની સુખાકારી માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાના મુખ્ય મથકોને આરોગ્ય ક્ષેત્રે બજેટમાં મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે.













